Gujarat

રાજભા ગઢવી બાદ હવે માયાભાઈ આહિર પણ ચાલુ ડાયરે પઠાણ ફિલ્મને લઈને ગૂસ્સાભેર સાથે , કહ્યું કે ફિલ્મવાળાના ને…..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘણા સમયથી પઠાણ ફિલ્મનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે રાજભા ગઢવી બાદ ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરે પણ પોતાની લાગણી વ્યક્ત કરતા આ ફિલ્મ વિશે પોતાનું નિવેદન આપ્યું છે. જે રીતે રાજભા ગઢવીએ ફિલ્મ અંગે નિવેદન આપ્યું એવી જ રીતે હાલમાં જ વાપીમાં 51 શક્તિપીઠ મંદિર અને ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં માયાભાઈએ સ્ટેજ પરથી જ પોતાનું નિવેદન આપ્યું હતું.

માયાભાઈ આહીર અને લોકગાયિકા ગીતાબેન રબારીએ લોકસંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સેવાના ભાવનાથી યોજાયેલા લોક ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા હતા. આ ડાયરાના પ્રસંગે મહત્વપૂર્ણ છે કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ એવા લોક ડાયરામાં સેવાકીય ભાવનાઓથી યોજાતા લોકડાયરાઓમાં લોકો મન મૂકીને રૂપિયાનો વરસાદ કરે છે. આ લોકડાયરાઓમાં ઉડતા રૂપિયા લોકસેવામાં વપરાતા હોવાથી ગુજરાતની આ સંસ્કૃતિ ભવ્ય અને સરાહની હોવાનું આ લોક કલાકારોએ જણાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે ડાન્સ બાર સહિત અનેક જગ્યાએ રૂપિયા ઉડતા હોય છે. પરંતુ ગુજરાતના આ ભવ્ય ભાતીગળ લોકડાયરોમાં ઉડતા રૂપિયા સેવાના કામોમાં વપરાય છે. આથી લોકો હોશે હોશે પોતાની સંપત્તિ આવા લોકડાયરાઓમાં કામ આવે તે માટે રૂપિયા ઉડાવી પોતાનો હર્ષ વ્યક્ત કરે છે. આથી ગુજરાતની આ ભાતીગળ સંસ્કૃતિની માયાભાઈ આહીર અને ગીતાબેન રબારી એ સરાહના કરી હતી.

આપણે જાણીએ છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં બોલીવુડમાં જે વિષયો પર ફિલ્મો બની રહી છે. તેને લઈને અનેક વખત વિવાદો ઉભા થાય છે. અત્યારે પણ પઠાન ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહીર અને લોકગાયિકા ગીતાબેન રબારી એ પણ પઠાન ફિલ્મને લઈને પોતાની ટીપ્પણી કરી હતી. 

માયાભાઈ આહીર એ જણાવ્યું હતું કે ફિલ્મવાળાઓ પણ જોવું જોઈએ કે કયું લુગડું ક્યાં સારું લાગે? અને લોકોની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ. આવું જણાવી અને પઠાણ ફિલ્મના બોયકોટના ચાલી રહેલા ટ્રેન્ડ અંગે પણ આડકતરી રીતે માયાભાઈ આહીર એ બોયકોટ ટ્રેન્ડ અંગે સહમતી જતાવી હતી. તો ગીતાબેન રબારીએ પણ ફિલ્મને લઈને ટિપ્પણી કરી બોલીવુડ એ પણ લોકોની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ તેવું જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!