મીનાક્ષીબેન પરિવાર સંગ કરી રહ્યા છે સેવા! પરિવાર સાથે આકરી ગરમીમાં કપિરાજને વનમાં તરબૂચ, ટેટી અને કેળાનું ભોજન કરાવ્યું, જુઓ વિડીયો
ખજૂરભાઈનું જીવન માનવ અને જીવ સેવાને સમર્પિત છે. સૌથી ખાસ વાતએ છે કે, લગ્નબાદ તેમના પત્ની મીનાક્ષી જાની પણ પોતાના પતિના સેવા કાર્યમાં સહભાગી થાય છે પરંતુ તેમના હૃદયમાં પણ સેવાની જ્યોત આપમેળે પ્રજ્વલિત થઈ છે, ખરેખર આજના સમયમાં નિસ્વાર્થ પણે લોકોની સેવા કરવી એ ખૂબ જ કઠિન કાર્ય છે પરંતુ મીનાક્ષી જાની આ કાર્ય ખુશી ખુશીથી કરે છે અને તેમના માટે સેવા એ તેમનું મન ગમતું કાર્ય બની ગયું છે. હાલમાં જ મીનાક્ષી જાનીએ પોતાના સાસુમાં અને પરિવારના સભ્યો સાથે મળીને વનમાં જઇને સૌ કપિરાજોને પોતાના હાથે જ ભોજન કરાવ્યું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હનુમાન જન્મોત્સવના શુભ દિવસે ખજૂરભાઈ અને મીનાક્ષી જાનીએ વનમાં જઈને કપિરાજઓને ને તરબૂચ, કેળા અને પપૈયા ખવડાવીને જીવદયાનો સુંદર સંદેશ આપ્યો હતો અને બંને દંપતીએ કપિરાજ પ્રત્યેનો પોતાનો અતૂટ પ્રેમ અને સેવ ભાવ વ્યક્ત કર્યો હતો. હાલમાં ખજૂરભાઈ અમેરિકાના પ્રવાસ પર છે પરંતુ તે ન હોવા છતાં પણ તેમના સેવાનું કાર્ય મીનાક્ષી જાનીએ સંભાળ્યું છે. ખરેખર આ ખૂબ જ વખાણવા લાયક વાત છે અને સરહાનિય પણ છે.
આવી કાળજાળ ગરમીમાં જંગલમાં રહેતા કપિરાજને ખોરાક અને પાણી મેળવવું મુશ્કેલ બની જાય છે, ત્યારે મીનાક્ષી જાનીએ પોતાના સાસુમાં અને પરિવારના સભ્યો સાથે મળીને કેળા, તરબૂચ, ટેટી અને પપૈયા તેમજ મિનરલ વોટર લઈને જંગલમાં પહોંચ્યા. જ્યાં તેમણે તમામ ફળોને સમારીને તમામ કપિરાજોને પીરસ્યું હતું અને પોતાના હાથેથી પણ જમાંડ્યું.
સોશિયલ મીડિયા પર લોકો ખજૂરભાઈ અને મીનાક્ષીબેનના આ કાર્યના ખુબ જ વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોએ કમેન્ટ કરીને આ દંપતિને પ્રેરણાદાયી ગણાવ્યા છે.જીવદયા એ ધર્મનો મહત્વપૂર્ણ ભાગ છે. ખજૂરભાઈ અને મીનાક્ષીબેન દ્વારા હનુમાન જયંતીના દિવસે કરવામાં આવેલું આ કાર્ય આપણને સૌને પ્રાણી પ્રત્યે દયા દાખવવાનો પાઠ શીખવાડે છે.
. ખજૂરભાઈએ પણ સૌ કોઈને એક ખાસ સંદેશ આપ્યો છે કે,કૃપા કરીને ધ્યાન રાખો કે તમારી આસપાસ હનુમાનજી ભૂખ્યા ન હોય. ખરેખર આ જવાબદારી આપણા સૌની છે કે, દરેક જીવોની સંભાળ લઇએ. મીનાક્ષી જાનીએ વિડીયો શેર કરતી વખતે ખુબ જ સુંદર વાત લખી કે, મારું મનગમતું કાર્ય, હનુમાન સેવા!