ગુજરાતમાં આજે થશે મેઘ મહેર! હવામાન વિભાગે કરી વરસાદને લઇને મોટી આગાહી, જાણો ક્યાં ક્યાં વરસાદ…..
ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે! આ કારણે અનેક શહેરોમાં પૂર જેવી હાલત જોવા મળી છે, ત્યારે આવી પરિસ્થતિમાં સાવચેતી અને સલામતી પણ ખુબ જ જરૂરી છે. હાલમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુરાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
વીટીવીના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, ક્યાં ક્યાં શહેરોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઓરેન્જ એલર્ટ: સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
યલો એલર્ટ: દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને મહીસાગર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ઉત્તર ગુજરાત અને કચ્છ: આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
વરસાદને કારણે શું સાવચેતી રાખવી? પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહો અને ઊંચા વિસ્તારમાં જાઓ. સૌથી ખાસ વિજળીના ખુલ્લા તારથી દૂર રહો.જરૂરી સામાન એકત્રિત કરી રાખો.સરકારી સૂચનાઓનું પાલન કરો.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ ગંભીર બની રહી છે. તમામ લોકોએ સંભવિત જોખમોથી સાવચેત રહેવું જરૂરી છે. સરકારી તંત્ર પણ આવી સ્થિતિમાં લોકોની સલામતી માટે તત્પર છે. આપણે સૌએ મળીને આ કુદરતી આફતનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.