મેઘરાજા થશે મહેરબાન! અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં ને ક્યારે…
ગુજરાતમાં ચોમાસું આખરે જોર પકડતું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની અનુભૂતિ થઈ રહી છે, પરંતુ હવે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. અંબાલાલ અને પરેશ ગૌસ્વામીએ પણ આગાહી કરી છે.
ગુજરાતમાં શા માટે અતિ ભારે વરસાદ? હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમો સક્રિય થઈ છે. આ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે: બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે. જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આગાહી કરત જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 16 જુલાઈથી 20 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક જિલ્લાઓમાં તો 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.
અતિ ભારે વરસાદમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, સતર્ક રહો: હવામાન વિભાગના નવીનતમ અપડેટ્સ પર નજર રાખો.સુરક્ષિત સ્થળે જાઓ: જો તમારા વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હોય તો સુરક્ષિત સ્થળે જાઓ.ઘરમાં જ રહો: જો શક્ય હોય તો ઘરમાં જ રહો અને બિનજરૂરી બહાર ન નીકળો.સંપર્કમાં રહો: તમારા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.