Gujarat

ગુજરાતમાં મેઘરાજા કરશે તાંડવ! અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભારે મોટી આગાહી, જાણો શું કહ્યું…..

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાએ પૂર જેવી ભયંકર સ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે આવતીકાલથી ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રણ વરસાદી સિસ્ટમો એક્ટિવ થવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ૨૬મીથી ૩૦મી જુલાઈ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે.

આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. ૭મી ઓગસ્ટે બનતી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં આજે વરસાદની રેડ એલર્ટ જાહેર કરી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!