કડાકા ભડાકા સાથે મેઘરાજા ભુકા કાઢી નાખશે ?? અંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાત ના આ ક્ષેત્રો મા ભારે વરસાદ..
ગુજરાતમાં (gujatat) ચારોતરફ માત્ર હવે ચોમાસાની રાહ જોઈ જોવાઈ રહી છે, હાલમાં જ અંબાલાલ પટેલની મોટી આગાહી ! આગામી 24 કલાક મા મેઘરાજા ની પધરામણી થશે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.હાલમાં મુંબઈમાં આજે ચોમાસું આવી ગયું છે. હાલમાં તો મધ્ય ગુજરાતમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે. (Monsoonentry)
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (ambalalpatel)વરસાદ અંગે આગાહી કરી છે, આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે. આ કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે તેમજ 25 તારીખથી ધીમે ધીમે ચોમાસું બેસશે અને 26 તારીખથી વિધિવત ચોમાસુ શરૂ થઇ જશે.આ દિવસો બાદ નદીઓ બે કાંઠે વહેતી થવા લાગશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદ થશે. અમદાવાદના ધોળકા અને ધંધુકા વિસ્તારમાં વરસાદ પડશે. ગોધરા સહિત પંચમહાલના વિસ્તારોમાં હજુ વધારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી 10 દિવસની અંદર ભારે વરસાદ પડશે. કેટલીક જગ્યાએ પુરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
હાલ્મા જ અનેક ગામડાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે, હવામાન વિભાગ ( Meteorological Department )મુજબ 4 કલાકમાં 50 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી અંબાલાલ પટેલે અનેકવાર આગાહી કરી છે જે સચોટ અને સો ટકા સાચી પડી છે. આ વર્ષે બિપોરજોય વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું શરૂ થયું.
અષાઢી બીજના શુભ દિવસ બાદ અનેક લોકોએ વાવણી પણ કરી દીધી છે, ત્યારે ખેડૂતો પણ આતુરતા પૂર્વક મેઘરાજાના વધામણાં કરવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ હવે અંબાલાલ પટેલે (ambala patel)આગાહી કરતા જ લોકોમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.