એડવોકેટ મેહુલ બોઘરા ફરી આવ્યા ચર્ચા મા ! આ વખતે પી.એમ મોદી ની રેલી જ્યાથી નીકળવાની હતી ત્યા…જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, મેહુલ બોધરા હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એડવોકેટ મેહુલ બોઘરા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ પીએમ મોદીની રેલી માટે રોડ પર લગાવેલા બેરીકેટને લઇને ચર્ચામાં આવ્યાં છે. મેહુલ બોધરાએ લાઈવ થઈને તમામ વિવાદનો ઉકેલનો અંત લોકોને પણ દેખાડ્યો હતો. લાઈવામાં મેહુલ બોધરાએ જણાવ્યું હતું કે, મેહુલ બોઘરા પોતાની કારમાં સવાર થઇ સુરત ખાતે પુજન પ્લાઝામાં પોતાની ઓફિસ જઇ રહ્યા હતા.
ઓફિસની બિલ્ડિંગ બહાર વાંસથી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીની આજે સુરત ખાતે રેલી હોવાથી રોડ પર બેરીકેટ લગાવી દેવાયા હતા. પોતાના ફેસબુક પેજ પર લાઇવ દરમિયાન મેહુલ બોઘરાએ એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે, તેઓ પીએમ નરેન્દ્ર મોદીનો વિરોધ નથી કરી રહ્યા પણ પાર્ટીના પ્રચાર દરમિયાન જાહેર જનતાને પડતી મુશ્કેલીઓ વિશે જણાવી રહ્યા છે અને તેઓ પાર્ટી પ્રચાર દરમિયાન તેઓને પડતી અગવડતા સહન નહીં કરે.
મેહુલ કહ્યું હતું કે, પોતાની કારને પાર્કિંગમાં લઇ જઇ શક્તા નથી તો તેઓને હવે શું કરવું. વધુમાં તેમણે કહ્યું કે, સુરત કમિશનરનું જાહેરનામું છે કે, રસ્તા પર ગાડી પાર્ક કરવી નહીં અને મારી ઓફિસની બિલ્ડિંગની બહારનો રસ્તો બેરીકેટના કારણે બંધ છે તો તેઓ ગાડી ક્યાં પાર્ક કરે? તેમજ લગ્ન દરમિયાન લોકોના વરઘોડાઓ બંધ કરાવવામાં આવ્યા હતા તેમજ સ્થાનિક દુકાનો પાથરણા વાળા નાના મોટા લારી ગલ્લાવાળા, નાના-મોટા રોજગાર વાળા તમામના ધંધાઓ બંધ કરવામાં
એડવોકેટ મેહુલ બોઘરાએ પોતાના ફેસબુક લાઇવમાં એવી પણ ઘોષણા કરી હતી કે, તંત્ર ખુદ આવશે અને બેરીકેડ્સ હટાવશે અને મારી ગાડી બેઝમેન્ટમાં પાર્ક થશે. આ દરમિયાન તેમણે ફેસબુક લાઈવ શરૂ કર્યું અને ટ્રાફિક કન્ટ્રોલને કોલ્સ કર્યા હતા. જે બાદ બેરીકેડ્સ ખોલી દેવામાં આવ્યા હતા અને ત્યારે રસ્તાની સાઇડમાં એકઠી થયેલી ભીડે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.