મેહુલ બોધરા એ TRB જવાનો વિશે કરી ચોંકાવનારી વાત!કહ્યું કે,એસીપીની 50 ટુકડીઓ…
.હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર મેહુલ બોધરાની ચર્ચા થઈ રહી છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, વકીલ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરનારો ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ રિજીયન-1માં હપ્તા ઉઘરાવતો હોવાનો વકીલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આક્ષેપ કર્યા છે. ખરેખર મેહુલ બોઘરા સાથે આજે સૌ કોઈ ગુજરાતીઓ છે. સાજન ભરવાડ સામે મેહુલ અનેક ચોંકાવનારી વાતો કરી છે.
આ પોસ્ટમાં ‘સાજન એસીપી ઝેડ.એ. શેખનો ખાસ માણસ છે. શેખની 50 માણસોની ટીઆરબીની ટુકડી છે. જે યુનિફોર્મ પહેરતી જ નથી, માત્ર ઉઘરાણી કરે છે. જેસીબી, ટેમ્પો, ટુ વ્હીલર, ફોર વ્હીલર, ભારે વાહનો પાસેથી ઉઘરાણી કરી ઉપર સુધી મોકલે છે.’ આ બાબતે પૃચ્છા કરવા એસીપી શેખને બે-ત્રણ વખત કોલ કર્યા છતાં તેમણે કોલ રિસીવ કર્યા ન હતા.
ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં કેશીયરો મળતીયાઓ મારફતે ઉઘરાણી કરતા હોવાની વાત છે.
જેમાં ટ્રાફિક શાખામાં સુરેન્દ્ર, જલય, રામ, શૈલૈ્ન્દ્ર, લક્ષ્મણ નામના પોલીસકર્મીઓ અધિકારીઓ માટે ઉઘરાણા કરતા હોવાનું જાણવા મળ્યું છે. વળી આ કેશીયરો પાછા તેના પ્રાઇવેટ માણસોમાં મુખ્ય પન્ટર સમીર છે. તેની નીચે ઉઘરાણી કરવા પપ્પુ, ડબલ્યુ, મુન્ના, મોન્ટુ, દિનેશ અને ઠાકોર છે. જ્યારે ટીઆરબી જવાન માસ્તર અને ખાનગી વ્યક્તિ નરેશ ટ્રાફિક પોલીસના નામે ઉઘરાણી કરે છે. તેઓ કાપડ-મિલના, ભંગારના તેમજ ટ્રાન્સપોર્ટના ટેમ્પો તથા સ્કૂલવાનની ઉઘરાણી કરે છે.
પ્રાઇવેટ વ્યકિત નરેશ મગદલ્લા બ્રિજ થઈ હજીરા જહાંગીરપુરા સુધીમાં ચાલતી કોલસાની ટ્રકો, રેતી-કપચીની ગાડીઓ પાસેથી ઉઘરાણી કરે છે.ખરેખર આ બંને જવાન માર્કેટમાંથી નીકળતા વાહનચાલકો પાસેથી 50થી લઈ 200 રૂપિયા સુધીની ઉઘરાણી કરે છે. મેહુલ બોધરા સાથે બનેલી ઘટના પછી શહેર પોલીસ એક્શન આવી છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા 9 ટીઆરબી જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. નોકરીના સમયે ફરજ પર હાજર ન રહેતા 9 ટીઆરબી જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. જોકે મુળ ઘટનાની તપાસમાં પોલીસ હજુ પણ ઢીલ દાખવી રહી છે.