લોઢાનાં દાંત વાળી મેલડી મા એ મરેલા મરદાને બેઠો કર્યો! જાણો રૂડિયા દાઢાડાનીં મેલડી માનાંપરચાને..
મા મેલડીના તો અનેક પરચા છે! આજે અમે આપને જણાવીશું લોઢાના દાંત વાળી મા મેલડી માનાં એવા પરચાની જેને મરેલા મરદાને જીવન દાન આપ્યું એ માં મેલડી. આજે આપણે જાણીશું આ અદભુત અને પરચાની જે સમસ્ત ગામ લોકોએ આ ચમત્કાતને પોતાની નજરે જોયો હતો. ખરેખર ધન્ય છે એ મા મેલડી મા ને એના તેના ભુવા ને જેની ભક્તીનાં લીધે એક વિધવા માને પોતાનો મરેલો છોકરો જીવતો મળ્યો. ખરેખર જ્યારે આ વાર્તા તમે જાણશો ત્યારે તમને પણ માં મેલડી પર અથાગ આસ્થા આવી જશે.
આ વાત છે ઘણા વર્ષો પહેલા ની અને આ ઘટના બની હતી કોલ્હાપુર ગામમાં જ્યાં એક વિધવા મહોલાનો દીકરો મરણ પથારી એ પડ્યો હતો અને અનેક વૈદો, ડોક્ટરો તેમજ ભૂવાઓ અને માનતાઓ પણ કરી પરતું દીકરો સ્વસ્થ ન નાં થયો એટલે કોઈ કહ્યું કે, રાણપુર ગામની બાજુમાં એક માલણપુર ગામ છે, જ્યાં રૂડીયો દાઢાડો ભુવો રહે છે અને જેને જન્મતા જ દાઢી આવી હતી અને તેઓ મેલડીમાં નાં પરમ ભક્ત છે. તેઓ તો મેલડી સામે વાતું પણ કરે છે.
આ વાત ની જાણ થતાં જ સૌ કોઈને થયું કે, દીકરો બચી હોય તો તેમની પાસે જઈએ અને આખરે સૌ ભક્તો ભુવા પાસે પહોંચ્યા અને ત્યારે ભુવાજીને વાત કરી કે એક વિધવા મહિલાનો એકનો એક દીકરો બીમાર પડયો છે, અમે જાણ્યું છે કે,આ રૂડિયો ડાઢાળો આપણા ગામમાં મેલડી લઈને આવે તો મેલડી મરેલાં મડદાંને પણ બેઠું કરી દે. આપ અમારા ભેગા આવો અને આ દીકરાને સ્વસ્થ કરો.તમારા સિવાય અમારું કોઈ આધાર નથી અમે અમેં તમારું અને મા મેલડીનું નામ સાંભળી ને આવ્યા છે.
આ વાત સાંભળીને ભુવાજી નાં મોઢે લોઢાના દાંત વાળી મા મેલડી બોલી કે, માગ રૂડિયા શું જોઈએ તારે, ત્યારે ભુવાજી કહ્યું કે, મારે કંઈ નથી જોતું પરતું મા આજે એક મરણ પથારી પડેલ દીકરાને તું જીવંત કર. આજે લોકો આ રૂડિયાની મેલડી નું નામ સાંભળીને મારે પાસે આવ્યા છે,
હું ભલે ખોટો પડું પરતું મારી મેલડી ખોટી પડે એ મેલડી મા નો કહેવાય.મેંલડી મા કંઈ ન બોલ્યા એટલે ભુવાજી જાર મૂકી અને મેલડી મા પાસે રજા લઈને માળા અને જાર લઈને ગામ પહોંચ્યા ત્યારે ગામના વ્યક્તિ કહ્યું કે, જે માર્ગે તમે આવ્યા છો એજ માર્ગે પાછા ચાલ્યા જાવ.જે દીકરા ને સાજો કરવા તમને તેડાવ્યા હતા એ દીકરો હવે મરી ગયો છે. આ વાત સાંભળતા ભુવાજી ની આંખમાં આંસુ સરી પડ્યા.
ત્યારે ભુવાજી એ દીકરાની અંતિમયાત્રામાં જોડાયા અને સમશાન સુધી પોહચ્યાં ત્યારે દીકરાની અર્થીને જોઈને તેને મનો મન બોલ્યા કે,હૈ મા કાળા માથાનો માનવી દુનિયા ને છેતરે પણ તું મેલડી થઈને તારા રૂડિયાને છેતર્યો.”મારી માવડી જે મેલડીનું બની જાય એને કમોતે મરવા દે તો એ મેલડી ન કહેવાય. માડી કાં તો મારા રૂડિયાના પ્રાણ લઇ લે કાં તો આ દીકરાને એકવાર ઉભો કરી દે. આખું ગામ સ્મશાનમાં ભેગું થયું છે. બધાની નજર મારી સામે છે. કાલે કોઈ તારી સામે આંગળ વીંનતી કરું કે કા તો મારા પ્રાણ લઇ લે કા તો દીકરા ને બેઠો કર નહીં તો ગામ આખું વાતું કરશે મેલડીનો ભુવો આવ્યો ને કંઈ કરી ન શક્યો અને નજર સામે દીકરો મરી ગયો.
ભુવાજી ની વાત સાંભળીને મેલડી માં બોલ્યા રૂડિયા રૂડિયા રૂડિયા મને કોઈ દુઃખિયો ટકોરો કરે ને હું મેલડી સહન ન કરી શકું. ત્યાં પેલા બાળકને સુવાડ્યું છે ને તારા ખભેથી પનિયાને ઓઢીને દોટ ભર. તારા ખોળિયે હું મેલડી આવું ત્યારે બાળકના જમણા અંગૂઠે જઈ બટકું ભરજે અને મરેલા મડદાને બોલાવું તો માનજે કે મેલડી એ બોલાવ્યું. ખરેખર આ અદ્દભુત ચમત્કાર થયો અને લોઢાના દાંત વાળી મા મેલડી થી દીકરો સજીવન થયો. ધન્ય છે મા મેલડી અને રૂડિયા દાઢાડા ભુવાજીને.