India

અભિનેત્રી જેવી સુંદર UPSC ટોપર 13 વર્ષ મોટા IAS સાથે લગ્ન કરશે ?? જાણો શા માટે હાલ આ જોડી ચર્ચા નો વિષય બની છે

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હવે કુમુરતા પુરા થવા પર છે અને ફરી એક વખત લગ્નનો સમયગાળો આવવાનો છે તેવામાં આવનાર લગ્ન ના સમયગાળા માં લગ્નને લઈને તડામાર તૈયારીઓ થવા લાગી છે આ પાવન અવસર પર અનેક દંપતી પોતાના નવા જીવનની શરૂઆત કરવાના છે તેવામાં લગ્ન નો સમય શરુ થાય તે પહેલા જ એક કપલ હાલમાં ઘણા ચર્ચામાં છે જેના વિશે આપણે અહી વાત કરવાની છે તો ચાલો કોણ છે આ કપલ અને શા માટે દરેક જગ્યાએ તેમની વાત થઇ રહી છે તેના વિશે માહિતી મેળવીએ.

આપણે અહી UPSC ટોપર ટીના ડાબી વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં પોતાના લગ્નના નિર્ણય ને લઈને ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સૌ પ્રથમ જો વાત ટીના ડાબી વિશે કરીએ તો જણાવી દઈએ કે ટીના નો જન્મ ૯ નવેમ્બર ૧૯૯૩ ના રોજ થયો હતો જે વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે પોલીટીકલ સાઈન્સ ની ડીગ્રી દિલ્હી યુનીવર્સીટી માંથી મેળવી છે અહી તેઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા હતા જે બાદ તેઓ UPSC ની તૈયારીઓ ના જોડાયા.

તેઓ જયારે ૨૨ વર્ષના હતા ત્યારે તેમણે પહેલા જ પ્રયાસે અને UPSC પરિક્ષા ટોપ કરીને ચર્ચામાં આવ્યા હતા. જો એ આ પછી તેઓ અવાર નવાર ચર્ચામાં આવતા રહ્યા. તેઓ પોતાના અંગત જીવન ને લઈને ઘણા ચર્ચામાં આવ્યા. જણાવી દઈએ કે હાલમાં ટીના ડાબી ફરી એક વખત લગ્નને લઈને ચર્ચામાં છે આ અગાઉ તેમણે કરેલા પ્રેમ લગ્ન માત્ર બે જ વર્ષ ચાલ્યા હતા અને તેઓ પતિથી અલગ થઇ ગયા હતા.

જો વાત ટીના ડાબી ના પહેલા લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે UPSC પાસ કર્યા જયારે તેઓ અન્ય વ્યક્તિઓ ને મળ્યા ત્યારે આ સમયે બીજો એક ટોપર પણ હતો જેનું નામ અતહર આમીર ખાન હતું તેઓ અને ટીના વચ્ચે ઘણી મુલાકાત થઇ જે બાદ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા તેમણે ૨ વર્ષ સુધી એક બીજા ને ડેટ કર્યા જાહેરમાં ટીના અતહર આમીર ખાન ના વખાણ કરતા કહેતા કે તેઓ અતહર ની બુદ્ધિમતા અને વ્યક્તિત્વથી ઘણા પ્રભાવતી છે.

જે બાદ વર્ષ ૨૦૧૮ માં અતહર આમીર ખાન અને ટીના ડાબી લગ્ન કર્યા જણાવી દઈએ કે આ કપલ સોસ્યલ મીડયા પર ઘણું વાયરલ હતું અને લોકો તેમને પાવર કપલ તરીકે ઓળખતા કારણ કે તેમની વચ્ચે ઘણો પ્રેમ જોવા મળતો પરંતુ અચાનક માત્ર બે વર્ષ બાદ આ પાવર કપલે લોકોને હેરાન કરી મુક્યા કારણ કે તેમના છુટા છેડા અંગે વાત સામે આવી. અને ઓગસ્ટ ૨૦૨૧ માં તેમની ડિવોર્સ ની અરજી જયપુર ની ફેમેલી કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી અને તેઓ અલગ થયા.

જો કે હાલમાં ટીના તેના બીજા લગ્ન ને લઈને ચર્ચામાં છે તેમણે પોતાના બીજા જીવન સાથી ના રૂપમાં પોતાનાથી ૧૩ વર્ષ મોટા ૨૦૧૩ ની IAS બેંચ ના અધિકારી એવા પ્રદીપ ગાંડ્વે સાથે લગ્ન કરવામાં ચ્ચે જો વાત પ્રદીપ ગાંડવે અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ ૯ ડીસેમ્બર ૧૯૮૦ ના રોજ થયો છે તેમણે સેકેંડ ડીવીઝન સાથે એમ બી બી એસ નો અભ્યાસ સરકારી મેડીકલ કોલેજ નાશિક માંથી પૂરો કર્યો છે.

જણાવી દઈએ કે હાલમાં પ્રદીપ રાજસ્થાન ના પુરાતત્વ અને સંગ્રહાલ્ય વિભાગના ડીરેક્ટર છે જયારે હાલમાં ટીના ડાબી રાજસ્થના ફાયનાન્સ ડીપાર્ટમેનટ માં જોઈન્ટ સેક્રેટરી છે. હાલમાં આ કપલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે મળતી માહિતી અનુસાર તેઓ એપ્રિલમાં મહિનામાં લગ્ન કરી શકે છે અને ૨૫ એપ્રિલે રીસેપ્સન પણ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!