Gujarat

જુન મહીના મા આ 5 દીવસ કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ ની હવામાન વિભાગ ની આગાહી ! જાણો ક્યા ક્યા ક્ષેત્રો મા ક્યારે

જુન મહીના મા આ 5 દીવસ કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ ની હવામાન વિભાગ ની આગાહી ! કરવામાં આવી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યાં ક્યાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા 7થી 11 જૂન દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એમ કરીને સાયક્લોન વિકસિત થઈ રહ્યા છે. જેથી જૂનમાં ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.જૂન મહિનો પૂરો થશે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક સ્થળોએ
વરસાદ થશે.

અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય થઈ શકે છે. અરબી સમુદ્રમાં ચક્રવાત 3 થી 7 જૂન અને બંગાળની ખાડીમાં 7 થી 10 જૂન દરમિયાન સક્રિય થશે. સાયક્લોન હશે તેનો સંભવિત માર્ગ ઓમાન તરફ અથવા સૌરાષ્ટ્ર તરફ હોઈ શકે છે. ગુજરાત તરફ આગળ વધ્યું તો રોહિણી નક્ષત્રના સમયગાળા વચ્ચે સારો વરસાદ થશે.

આ પ્રમાણે સાયક્લોન ઓમાન તરફ આગળ વધે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. હવે જોવાનું રહ્યું કે આખરે આ વરસે ચોમાસુ કેવું રહેશે. અંબાલાલ પટેલે પણ આગાહી કરો હતી અને તેમણે પણ જણાવ્યું હતું કે આ જૂનના શરૂઆતમાં વરસાદ શરૂ થશે અને જૂનના અંત સમયે ચોમાસુ બેસી જશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!