Gujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડુતો ને આપી મહત્વની સલાહ અને સાથે આગાહી કરી કે ” 26-27 જૂન….

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા અને કોડીનાર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગીર ગઢડા તાલુકામાં આજે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં આટલી ગરમી વચ્ચે સાંજે વરસાદ પડ્યો હતો. અને જિલ્લાના ગીર દેવળી, સિધજ, વડનગર, દેવલપુર, છછર અને ઘંટવડમાં વરસાદ પડ્યો છે. અને તેના જ કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

મોરબી: પીપળી, બેલા અને જેતપર રોડ પર ભારે પવન સાથે વરસાદસુરતઃ ઓલપાડ તાલુકો, કામરેજમાં વરસાદના કારણે પાણી ભરાયા, ઉમરપાડામાં ચોમાસા પહેલા વરસાદની અસર.વલસાડઃ ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદદ્વારકા: ખંભાળિયાના ભંવરી ગામ અને આસપાસના વિસ્તારોમાં મેઘમહેરતાપી: વ્યારાના પાનવરી, કપુરા, પાણીયારી સહિતના વિસ્તારોમાં વાવાઝોડું

સાબરકાંઠાના વિજયનગરમાં પણ ભારે વરસાદ, વિજયનગરના બાલેટા, કોડિયાવાડા અને ચિથોડામાં ખેતરોમાં પાણી ભરાયા હતા. અને ત્યાં રાત્રે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડાની હાથમતી નદીમાં નવું પાણી આવ્યું હતું તથા રાજસ્થાન-વિજયનગરમાં સારા વરસાદના કારણે નદીમાં નવા પાણી આવ્યા છે. આ નદીના નવા નીર ચુનાખણ અને ઉબસલ સુધી પહોંચી ગયા છે. ભિલોડા મામલતદારે તંત્રને નવું પાણી આવે ત્યારે તકેદારી રાખવા સૂચના આપી છે. આ સાથે શહેરીજનોને નદી કિનારાથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરતા કહ્યું કે, ‘રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તથા ૨૪ થી ૨૬  જૂન સુધી વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરાનગરહવેલીમાં ભારે વરસાદ પડશે. બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડશે. અમદાવાદમાં હવે વરસાદની રાહ જોવી પડશે.

૨૪ જૂને વાવાઝોડા સાથે વરસાદ આવી શકે તેવી શક્યતા હવામાન વિભાગે જણાવી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના ૩૦ જિલ્લાઓ અને તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો છે, અને તેમાં પણ સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ ૪૨ મીમી અને વિરમગામમાં ૨૩ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી દરરોજ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી : ૨૬ -૨૭  જૂન પછી ભારે વરસાદ પડશે વડોદરા, આણંદ તથા ખેડામાં ભારે વરસાદની આગાહી જુલાઈથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી સારો વરસાદ સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં વરસાદ ઓછો થશે .નદીઓના પાણીના લેવલમાં વધારો થશે. આદ્રા નક્ષત્રમાં ખેડૂતોને વાવણી કરવાની સલાહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!