Gujarat

પાલક પિતા મહેશભાઈ સવાણીએ દિકરીઓ ના ભવ્ય લગ્ન બાદ હનીમૂન નુ પણ આયોજન કરી આપ્યુ! આ જગ્યા પર 11 દિવસ

હજારો દિકરીઓના પાલક પિતા તરકે જાણીતા મહેશભાઈ સવાણીના કોણ નથી જાણતું સુરત અને ગુજરાત અનેક સેવાકીય કાર્યો કરતા મહેશભાઈ સવાણી એ છેલ્લા ઘણા વર્ષો થી માતા પિતા વગર ની અનેક દિકરીઓ ના લગ્ન કરાવે છે જેમા આ વર્ષે પણ ઘણી દિકરીઓ ના કન્યા દાન કર્યા હતા ત્યારે લગ્ન બાદ નવદંપતી ઓ ને પ્રવાસ માટે નુ આયોજન પણ મહેશભાઈ સવાણી એ કરી આપ્યુ હતુ.

છેલ્લા ત્રણ વર્ષોની વાત કરવામા આવે તો કોરોના કાળ ને લીધે છેલ્લા બે વર્ષ મા લગ્ન નુ આયોજન નહોતું થય શક્યુ પરંતુ આ વર્ષે ફરી 300 દિકરીઓ ના લગ્ન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જે તારીખ 3 અને 4 ડીસેમ્બર ના રોજ ભવ્ય રીતે યોજાયા હતા. જયારે આ લગ્ન ના આયોજન ના ભાગરુપે જ એક પ્રવાસ નુ આયોજન પણ આ વર્ષે કરવામા આવ્યુ છે. જેને “ચુંદડી મહીયરની” નામ આપવામા આવ્યુ છે.

આ આયોજના ભાગરૂપે નવયુગયોનુ પ્રથમ ગૃપ સુરત થી મનાલી જવા માટે રવાના થયુ હતુ અને આ પ્રવાસ નો પ્રારંભ સવાણી ગૃપ દ્વારા કરવામા આવ્યો હતો અને મહેશ સવાણી આ ગૃપ મનાલી પ્રવાસ માટે રવાના કર્યા હતા. મહેશ સવાણી એ પોતાના ફેસબુક પેજ પર કેટલાક ફોટાઓ શેર કર્યા હતા. જેમા દરેક નવયુગયો ખુબ ખુશ લાગી રહ્યા છે અને દરેકે પીળા રંગનુ ટી. શર્ટ અને બ્લેક કલર નુ પેન્ટ પહેરેલું છે.

5 જાન્યુવારી થી આ પ્રવાસ ની શુરુવાત કરવામા આવી છે. જેમા પશ્ચીમ એક્સપ્રેસ થી મનાલી જવા નીકળશે અને કુલ 12 દિવસ નો પ્રવાસ રહેશે જેમા દરેક સાઈટ સીન વ્યવસ્થા કરવામા આવી છે આ ઉપરાંત કપલ ને કાઈ તકલીફ ના પડે એ માટે મહેશભાઈ ની ખુદ દેખરેખ હેઠળ આ પ્રવાસ નુ આયોજન કરવામા આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!