ખજુરભાઈની ભાવી પત્ની મિનાક્ષી દવે આ નાના એવા ગામ ની વતની છે ! રાજીમા નું ઘર બનાવતા વખતે ખજુરભાઈ સાથે પ્રથમ મુલાકાત થઈ અને પરીવારની સંમતિ થી સગાઈ થઈ…જાણો પુરી સ્ટોરી..
લોક સેવામાં કાર્યરત રહેતા ખજૂરભાઈએ હાલમાં જ સગાઈ કરી છે, એ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. જ્યારે તેમને સગાઈ કરી, ત્યારે તેમની જીવનસંગીનીને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા કારણ કે ખજૂરભાઈની ભાવિ પત્ની કોઈ અભિનેત્રી કે ગાયિકા કલાકાર નહી પરંતુ એક સામાન્ય પરિવારની છોકરી છે. ખજૂરભાઈ સાથે સગાઈ કર્યા બાદ હવે તે એક સેલિબ્રિટી બની ગયા છે. ચાલો અમે આપને જણાવીએ કે, મીનાક્ષી દવે કોણ છે અને કઈ રીતે ખજૂરભાઈ સાથે મુલાકાત થઈ.
તમને જણાવી દઈએ કે, મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો અને એક નાનો ભાઈ પણ છે . મીનાક્ષી દવેની બે મોટી બહેનોનાં લગ્ન થઈ ગયાં છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ છે. તેમનો ભાઈ B.com,ના ત્રીજા વર્ષમાં ભણે છે.
મીનાક્ષી દવે B.Farma બાદ મેં અમદાવાદસ્થિત કેડિલા ફાર્મા કંપનીમાં નોકરી પણ કરી હતી. જોકે, થોડા સમય પહેલાં જ તેમની મમ્મીની તબિયત ખરાબ હોવાના લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને તેમના મમ્મીની સેવામાં જ રહેવા લાગ્યા. ખજૂરભાઈ સાથેની મુલાકાત એક સંજોગ કહો કે કુદરતનો કરિશ્મા પણ ખજૂરભાઈ અને મીનાક્ષીની મુલાકાત અનાયશે થઈ હતી.
મીનાક્ષી દવે અને તેમનો પરિવાર ખજૂરભાઈના ચાહક હતા પરંતુ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે, ખજૂરભાઈ સાથે અતુટ સંબંધે બંધાશે. નીતિન જાની પોતાનાં સેવાકાર્યોના કામ અર્થે દોલતી ગામે અંધ દાદીમા રાજીમાનું ઘર બનાવવા આવ્યા હતા. આ સમયે મીનાક્ષી દવે એ પહેલી જ વાર ખજૂરભાઈને જોયા હતા. તે સમયે મીનાક્ષી અમદાવાદમાં નોકરી કરતી હતી પરંતુ કામ હોવાથી ગામડે આવી હતી. રાજીમાના ઘરની આસપાસ મીનાક્ષીના કાકા રહેતા હતા
. નીતિન જાની આટલા મોટા સેલિબ્રિટી છે હતા એટલે મીનાક્ષી તેમની ચાહક હતી અને એક ફેન તરીકે જ પહેલી વાર મીનાક્ષી ખજૂરભાઈને મળી હતી અને મેં તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતા. કહેવાય છેને કે વિધાતાના લેખ સામે કોઈ મેખ નથી મારી શકતું. થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીંયા દર્શન માટે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે મીનાક્ષી દવે પણ પોતાના પરિવાર સાથે ગઈ હતી.
આ દરમિયાન મીનાક્ષી અને ખજૂરભાઈનો પરિવાર એકબીજાને મળ્યો હતો અને એકબીજાના નંબર લીધા હતા. નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો જ ગમી ગયો હતો અને ત્યારબાદ આ નીતિનભાઈ જાનીના મમ્મીએ મીનાક્ષીના પિતા સમક્ષ તેમની દીકરીનો હાથ માંગ્યો અને આ સંબંધ તો મીનાક્ષી અને તેમના પરિવાર માટે એક સ્વપ્ન સમાન હતો એટલે કઈ પણ વિચાર્યા વગર તેમને આ સંબંધની હા પાડી અને સાદગી રીતે ખજૂરભાઈ અને મીનાક્ષી દવેની સગાઈ થઈ.