કોંગ્રેસ નેતા લલિત વસોયા નું ફેંક સોગંદનામું વાઈરલ ! વસોયા એ સ્પષ્ટતા કરી કે…
હાલ સોશ્યલ મીડિયા પર ઘણી વસ્તુઓ અને બાબતો વાયરલ થતી હોઈ છે, તેમાં ઘણી ખરી સાચી હોઈ છે, તો ઘણા લોકો ખોટી અફવાઓ પણ મૂકી દે છે, તેના કારણે ગમે તે વ્યક્તિ ઘણીવાર ખુબજ મુશ્કેલી માં મુકાઇ જતો હોઈ છે, સોશ્યલ મીડિયા એ ખુબ સારું માધ્યમ છે, લોકો સુધી વાત પહોંચાડવાનું પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ ખુબજ ખોટી રીતે કરે છે, તેવીજ એક વાત કરીએ તો ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલિત વસાયાએ વિધાનસભા ૨૦૧૭ ની ચુંટણી માં રજુ કરેલા જાહેરનામા ટીખળખોરી કરવામાં આવી છે, અને ખોટું સોગંદનામું કોઈકે જાહેર કર્યું છે.
જાહેરનામા ની વાત કરીએ તો તેમાં એમ લખ્યું હતું કે, હું લલિત વસોયા સોગંદ લઉં છુ કે જો હું ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચુંટણી જીતી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવીશ તો ૧૩૫ વાળા માવાના ૧૨ રૂ માંથી ૫ રૂપિયા સરકાર પાસે કરાવીને જ હું મારું આગળ નું કામ કરીશ, આવું ખોટું સોગંદનામું કોઈક ટીખળખોર એ જાહેર કર્યું હતું. પરંતુ સાચી હકીકત સામે આવતા લલિત વસોયા એ ખુલાસો આપ્યો અને સાચું સોગંદનામું જાહેર કર્યું હતું.
સાચા સોગંદનામા ની હકીકત એ હતી કે હું લલિત વસોયા સોગંદ લઉં છુ કે હું ધોરાજી ઉપલેટા વિસ્તારના લોકોના પ્રશ્નો સમસ્યાઓ સામે લડવા ચુંટણી લડી રહ્યો છુ. લોક સેવાના કાર્યો કરવા એ મારો પ્રથમ અને અંતિમ ધ્યેય છે, જો હું ચુંટણીમાં જીતી ધારાસભ્ય તરીકે ચુંટાઈશ તો હું મારા ધારસભ્ય ને મળતો પગાર હું મારા વિસ્તારના આર્થિક રીતે ગરીબ અને તમા ધર્મ,જ્ઞાતિ જાતિના લોકોની મેડીકલ સહાય માટે આપી દઈશ. આ વ્યવસ્થા માટે હું ધોરાજી ઉપલેટાના બિન રાજકીય અને સામાજિક આગેવાનોની એક સમિતિ બનાવી તેમને પણ જવાબદારી સોંપીશ, અને લોકસેવા એજ પ્રભુસેવા નો જીવનમંત્ર રહેશે.
વધુમાં આ સોગંદનામાં બાદ લલિત વસોયા એ સોશ્યલ મીડિયા માં પણ આને લગતો એક વિડીઓ વાયરલ કર્યો હતો, અને તેમાં પણ તેમણે જણાવ્યું હતું, કે જો હું ધારાસભ્ય તરીકે ચુંટાઈશ તો મારા વિસ્તારના લોકોને ખાતરી આપું છુ, કે મારો પગાર પર મારા મતદારો નો અધિકાર રહેશે. આ પગાર હું ગરીબ અને જરૂરીયાત મંદ લોકો અને આરોગ્ય સુવિધા માટે વાપરીશ. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું, કે હાલ સારા કામ કરવાને બદલે લોકો ૫ રૂપિયામાં ૧૩૫ નો માવો મળશે અને આવો મારા સોગંદનામા નામે સોશ્યલ મીડિયા ની અંદર ફોટો વાયરલ કરે છે, અને મને બદનામ કરવાના પ્રયત્ન કરે છે. પરંતુ લોકો જાણે છે બધું, આવું કરવાથી લોકોની માનસિકતા બહાર આવે છે, અને સાચું શું છે એ બહાર આવે છે.