એક વાલીએ પોતાના બાળકને મોબાઈલ ગેમ રમવાની બાબતે આપ્યો ઠપકો, અને બાળકે ભર્યું આવું પગલું…
હાલના બાળકોમાં મોબાઈલ નો ઉપયોગ એટલો બધો વધી ગયો છે, કે વાત જ ન કરો, ખાવા પીવાને પણ બાળકો ભૂલી જાય છે, અને હાલના સ્માર્ટફોન માં આવતી ગેમો થી બાળકો એટલા બધા આકર્ષિત થાય છે, કે તેવા બાળકોને તેના સિવાય કઈ દેખાતું જ નથી, હાલના બાળકો ખુલ્લા મેદાનની રમતો સાવ ભૂલી જ ગયા છે, બસ ફક્ત પોતાના ઘરમાં ફોન લઈને તેની ગેમો જ રમતા હોઈ છે, અને ઘણીવાર એવા કિસ્સાઓ પણ સાંભળવા મળે છે, કે ખુબજ મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા બાળકોને તેના વાલી કંઇક પણ કે તો તે જીદ કરે છે, અને એવું પગલું તેના જીવનમાં લઇ લે છે, કે તેના વાલી મુશ્કેલી માં મુકાય જાય છે.
તેવા જ એક કિસ્સા ની આજે વાત કરીએ તો એક વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા યાદવ પરિવાર નો વહાલસોયો દીકરો નામે અભિષેક કે જે કોરોના સમય ગાળા દરમિયાન ધો-૯ માં અભ્યાસ કરતો હતો, તે દરમિયાન ઓનલાઈન ક્લાસ વખતે તે મોબાઈલ નો ઉપયોગ કરતો હતો, અને ત્યારબાદ તેનો સારો સમય મોબાઈલ માં ગેમ રમવામાં વિતાવતો હતો, અને તેની મોબાઈલ ની ખુબજ લત લાગી ગઈ હતી. અભિષેક ની મોબાઈલ માં ગેમ રમવાની ખુબજ લત વધી જતા તેના પરિવાર જનો એ બાબતે તેના પર ઘણીવાર ગુસ્સો કરતા હતા, અને તેને ગેમ રમવાની ના પડતા હતા. તેથી આ કારણે અભિષેક ખુબજ નારાજ થઇ જતો હતો, અને એક વાર આ કારણે તે એટલો રિસાઈ ગયો કે તે તેના ઘરના કબાટમાંથી રૂ.૧૦૦૦ લઇ ને ઘર છોડી ને જતો રહ્યો હતો.
આ છોકરો આવી રીતે જીદ કરી ઘરેથી રૂ.૧૦૦૦ લઇ એક ચિઠ્ઠી લખી ને જતો રહ્યો હતો. આ છોકરો ઘરેથી નીકળી જતા તેના પરિવારમાં દોડધામ મચી ગઈ હતી, તેના પરિવારે તેને શોધવાના ખુબજ પ્રયત્નો કર્યા, અને આખરે અઠવાડિયા ના દોડધામ થી આ છોકરો રાજસ્થાન ના રાની રેલ્વે સ્ટેશન પર રેલ્વે કર્મચારી ને બાળકની પુછપરછ કરતા રેલેવે કર્મચારી ને શંકા જતા તેને તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો અને આખરે આ બાળક અભિષેક પોતાના ઘરે પરત આવ્યો હતો. અને આ વ્હાલસોયા બાળક તેના ઘરે આવતા યાદવ પરિવાર માં ખુશીનો માહોલ થઇ ગયો હતો, અને તમામ પરિવાર ને હાંશકારો અનુભવાયો હતો.
આજના જમાના ની મહત્વ ની વાત કરીએ તો મોટા ભાગના પરિવારો ના બાળકોમાં મોબાઈલ ના ઉપયોગ નું ખુબજ વધી ગયું છે. અને લોકડાઉન દરમિયાન ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરવાને બદલે બાળકોમાં ગેમ્સ રમવાનું ખુબજ વધી ગયું છે, આ કિસ્સો એવા બાળકો માટે અને એવા પરિવારજનો માટે ચેતવણી સમાન છે જેમના બાળકો વધારે પ્રમાણમાં મોબાઈલ નો ઉપયોગ કરે છે, મોબાઈલ એ એક સારું જ માધ્યમ છે, પરંતુ અતિ ઉપયોગ કરવો ઘણી વાર આપણા માટે મુશ્કેલી ભર્યો સાબિત થાય છે, તેથી બાળકોમાં આ ખોટી આદતો ની કાળજી રાખવી ખુબજ જરૂરી છે.