ખજૂરભાઈના લીધે આ બે બાળકોના ભાગ્ય ખુલ્યા! વિડીયો જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રૂબરૂ બાળકોને રૂબરૂ મળ્યા, જાણો કોણ છે આ બે બાળકો…
આપણે જાણીએ છે કે, ખજૂરભાઈ ગરીબોના મસીહા છે અને ખુબ જ સેવાકીય પ્રવુતિઓ કરી રહ્યાં છે, ત્યારે હાલમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ ખજુરભાઈના વિડીયો જોઈને બે આદિવાસીઓ ભાઈઓની મુલાકાત લીધી છે, આ બાળકો કોણ છે એ તમને અમે જણાવીશું તેમજ મોદીજી ખજૂરભાઈ વિશે શું બોલ્યા એ વાત પણ અમે આપને જણાવીશું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઇને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને હાલમાં જ તેમને ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા સંબોધી હતી પણ આ સભા પહેલા મોદીજીએ બે આદિવાસી બાળકો સાથે મુલાકાત કરી હતી અને તેમના જુસ્સાની જનસભામાં વાત કરી હતી.ખરેખર આ બાળકોના ભાગ્ય ખજૂરભાઈના લીધે ખુલ્યા છે. એક સમયે આ બાળકોની હાલત ખુબ જ નબળી હતી પરંતુ ખજૂરભાઈઆ બાળકોને નવું જીવન આપ્યું.
વડાપ્રધાને નેત્રંગની સભામાં કહ્યું હતું કે, અહીં આવવામાં મોડું એટલા માટે થયું કે મારે બે આદિવાસી બાળકોને મળવાનું હતું. જેમાં એકનું નામ અવી છે અને બીજાનું નામ જય છે. અવી નવમાં ધોરણમાં અને જય છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. બંને ભાઈઓના માતા-પિતા બીમારીના કારણે છ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. ત્યારબાદ બંને ભાઈઓ હાથે રાંધીને ખાતા હતા. તેમનો એક વીડિયો જોયા બાદ મેં સીઆર પાટીલને ફોન કરી આ બંને દીકરાઓની ચિંતા કરવા કહ્યું હતું. આજે જ્યારે હું નેત્રંગ આવ્યો તો આ બંને ભાઈઓ મને મળવા આવ્યા હતા. મેં તેઓને પૂછ્યું તો એકે મને કલેકટર બનવાનું કહ્યું અને બીજા એ એન્જિનિયર. આ બંનેની વાત સાંભલી મને આનંદ થયો. બાળકો ભણીગણીને આગળ જાય તેની ચિંતા હું કરતો રહીશ.
આ બે બાળકો વિશે જાણીએ તો આ બંનેનું નામ અવી અને જય છે અને આ બંને ભાઈઓ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાંકરાપાર ગામના રહેવાસી છે. બંનેના માતા-પિતા આજથી છ વર્ષ પહેલા બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા અને બસ ત્યાર પછી આ બંને ભાઈઓ એકલવાયું જીવન જીવતા હતા પણ ખજૂરભાઈએ આ બંને ભાઈઓને વૈભવશાળી જીવનની ભેટ આપી.
મોદીજીએ પણ રૂબરૂ મળીને બંને બાળકોને કહ્યું હતું કે, ‘ખજુરભાઈ’નો વીડિયો જોઈને મને ખબર પડી. મને તમારો વીડિયો જોઈ એકદમ આશ્ચર્ય થયું.તમારું ઘર પણ બની ગયું અને ટીવી પણ આવી ગયું ને.વડાપ્રધાને સાથે મુલાકાત કર્યા બાદ અવી અને જયે કહ્યું હતું કે, સાહેબ અમને મળવા આવ્યા અને અમારા માટે સમય કાઢ્યો અમને બહુ મજા આવી. અમારા માતા-પિતા અંગે જાણ્યુ. અમને ભણીને નોકરી કરવાનું કહ્યું.