માં મોગલ ની કૃપાથી બાર વર્ષે દંપતીને ત્યાં આવ્યો દીકરો!પચાસ હજારની માનતાની રકમ બાપુએ લીધી અને પછી જે કર્યુ એ જાણીને…
કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે અમે આપને મોગલધામ કબરાવુંની એક એવી ઘટના વિશે જણાવીશું જેનાં વિશે સાંભલીને તમારું મન પફુલ્લિત થઈ જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કચ્છમાં આબેલ કાબરાવુંમાં આવેલ મોગલ ધામ લાખો ભાવિભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.
અનેક ભાવિ ભક્તો પોતાની મનોકામનાઓ અને બાધાઓ લઈને માંનાં ચરણોમાં આવે છે, અને પોતાની મનોકામના અને માનતા પૂર્ણ કરે છે. હાલમાં જ એક આવી ઘટના મોગલધામમાં બની હતી. ગઈકાલનાં દિવસે જ મોગલધામ કબરાવુ મધ્યે ગામ નેત્રા નખત્રાણા નવીનભાઈ જોષી તેમના ઘરે મણીધર મા મોગલ વડવાળી મા ના આશીર્વાદ થી બાર વર્ષે દીકરાનો જન્મ થયો હતો અને તેમને પચાસ હજાર રૂપિયા વાપરવાની માનતા હતી તેઓ એમની માનતા ઉતારવા આવ્યા હતા બાપુ શ્રી મોગલકુલ ચારણઋષિ એ એમની માનતા સ્વીકારી પચાસ હજાર એક રૂપિયો ઉમેરીને એ પૈસા દીકરાના ને જન્મ આપનાર એ જનેતા ને પરત કર્યા અને કહ્યું કે તું મારી દિકરી છે.
બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિએ મોગલ ધામ કબરાઉમાં મહંત છે જેમને સદાય લોકોના કલ્યાણ અર્થે જ કાર્ય કરી રહયા છે. તેમને ત્યાં માનતા ઉતારવા આવેલ આ દંપતીને આર્શીવાદ આપ્યા અને સાથો સાથ તેમમાં દીકરાનું નામ માધવ પણ રાખ્યું અને આર્શીવાદ આપ્યા. ખરેખર બાપુ જે કાર્ય કર્યું એ ખૂબ જ સરહાનીય છે અને આમ પણ કેહવાય છે ને કે, સાચા સંત તો એજ છે જેઓ જીવ માત્રનું કલ્યાણ ઇચ્છતા હોય છે.
બાર. બાર વર્ષના વાણા વીત્યા પછી આખરે માં મોગલમાં એ રાજાના કુવર જેવો રૂડો રૂપાડો દિકરો આપ્યો છે, ત્યારે ખરેખર આ ત્યારે આ દંપતી પોતાની માનતા પુરી કરવા આવ્યા અને બાપુના ચરણે આ રકમ ધરી અને ખરેખર બાપુએ એ જ રકમ ને તેમને પરત કરીને ખર અર્થે સંતનાં ગુણ કેવા હોય એ આપણે સાક્ષતકાત કરાવ્યુ છે.ખરેખર ધન્ય છે પરમ પૂજ્ય મોગલ બાપુને આવા તો અનેક પ્રેરણાત્મક કિસ્સો છે, એકવાર મોગલધામની મુલાકાત લઈને માં ચરણોમાં નતમસ્તક પ્રણામ કરવા જોઈએ.બાપ આપે ઇ આઈ અને માંગે ઇ બાઈ જય મણીધર મા મોગલ