મોગલધામ અનેક વખત ગયા હશો પણ આ વાત થી તમે આજે પણ અજાણ હશો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો આસ્થાવાન છે. અને વ્યક્તિની સૌથી વધુ શ્રદ્ધા ભગવાન પર રહેલી છે. વ્યક્તિ જયારે પણ હેરાન પરેશાન થાય કે સંસાર રૂપી સાગરમાં એકલો પડે કે તેને કોઈ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોઈ તેવા સમયે ઉપરાંત જયારે વ્યક્તિ હરખમાં હોઈ છે તેને આંગણે આનંદનો પ્રસંગ હોઈ તેવા સમયે વ્યક્તિ સૌથી પહેલા ભગવાનને જ યાદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી ભગવાનના ચરણમાં માથું નમાવે છે તો ભગવાન પોતાના ભક્તોની અરજ અવસ્ય સાંભળે છે.
આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ દુનિયા ઘણી વિશાળ છે. ઉપરાંત આ સમગ્ર પૃથ્વી પર અનેક જીવ વસવાટ કરે છે. આટલા જીવ અને આટલી મોટી દુનિયા ચલાવનાર આખરે કોઈ હશે તે બાબત ને લઈને સૌકોઈ ના મનમાં પ્રશ્ન રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ આખી દુનિયાને ચલાવનાર દિવ્ય શક્તિ છે કે જેને લોકો અલગ અલગ સ્વરૂપે પૂજે છે. આપણે પણ અહીં એક એવાજ પાવન સ્થાનક વિશે વાત કરવાની છે કે જેમના દર્શન માત્રથી લોકોની સમસ્યાઓ દૂર થાય છે.
આપણે અહીં આ કળીયુગમાં પણ પોતાના પર્ચા બતાવતા માતાજી વિશે વાત કરવાની છે. આપણે અહીં મોગલ માં વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને મોગલ માતાજી પર ઘણો અતૂટ વિશ્વાસ છે. અને માતાજીના સ્થાનક પર લોકો પોતાનું માથું નમાવવા જાય છે. આપણે અહીં મોગલ માતાના ભગુડા મંદિર અને તેની સાથે જોડાયેલ એક મહત્વની બાબત વિશે વાત કરવાની છે કે જેના વિશે લગભગ ઓછા લોકો જાણતા હશે.
સૌ પ્રથમ જો વાત મોગલ માતા વિશે કરીએ એવી લોક વાયકા છે કે માતાજીનો જન્મ આજથી લગભગ 2000 વર્ષ પહેલા બેટ દ્વારકા માં આવેલા ભીમરાણા માં થયો હોવાનું માનવામાં આવે છે. જો વાત માતાજીના મંદિર વિશે કરીએ તો મોગલ માતાના ચાર ધામો છે. જે પૈકી એક ભીમરાણા, જયારે બીજું ગોરિયાળી, ત્રીજું ધામ રાણેસર જયારે ચોથું ધામ ભગુડામાં આવેલ છે. આપણે આજે ભગુડા ધામ સાથે જોડાયેલ બાબત વિશે વાત કરવાની છે.
જણાવી દઈએ કે ભગુડા ધામ ભાવનગરથી આશરે 80 કિલોમીટર દૂર આવેલું છે. જો વાત અહીં માતાના આગમન વિશે કરીએ તો ભગુડામાં મોગલ માતાનું આગમન આજથી 450 વર્ષ પહેલા થયેલું માનવામાં આવે છે. કે જ્યારે દુષકાળ ના કારણે આહીર સમાજના લોકો અહીંથી પરિવાર સાથે ગીર ગયા હતા કે જ્યાં આહીર સમાજ અને ચારણ સમાજ ની બે બહેનો વચ્ચે અતૂટ મિત્રતા થતા ચારણ મહિલા દ્વારા આહીર પરિવાર ના રક્ષણ અને વિકાસ માટે તેમની સાથે કાપડમાં પોતે જે માતાજી ની પૂજા કરતા હતા તેવા મોગલ માતા આપ્યા.
દિવસો સુધારતા આહીર પરિવાર પરત ભગુડા આવ્યો અને મોગલ માતાજીનું વિધિ પૂર્વક સ્થાપના કરી જણાવી દઈએ કે આજનું ભગુડા મંદિર આશરે 23 વર્ષ જૂનું છે. પરંતુ તમે આ મંદિર અને મુસ્લિમ વ્યક્તિના સંબંધ વિશે નથી જાણતા હોવ. જણાવી દઈએ કે ભગુડા મંદિરના ખજાનચી એક મુસ્લિમ વ્યક્તિ છે કે જેમનું નામ રમઝાન શેઠ છે. જો વાત રમઝાન શેઠ વિશે કરીએ તો વર્ષો પહેલા તેમણે પોતાના એક ખાસ કામને લઈને મોગલ માતાજી ની માનતા રાખી હતી.
અને કામ પૂર્ણ થતા 1000 રૂપિયા દાન કરવાનું નક્કી કર્યું હતું જે બાદ મોગલ માતાજી ની કૃપા થતા રમઝાન શેઠ નું આ કામ પૂર્ણ થયું જે બાદ તેમણે મંદિર ને રૂપિયા 1000 દાન આપવા આહીર પરિવાર નો સંપર્ક કર્યો જો કે તે સમયે મંદિરમાં દાન પેટી ના હતી. માટે રમઝાન શેઠ દ્વારા પહેલા 350 રૂપિયા ની દાન પેટી બનાવવામાં આવી જે બાદ 650 રૂપિયાનું દાન આપવામાં આવ્યું જો કે સમય પસાર થતા રમઝાન શેઠ ની માતા પર શ્રદ્ધા વધવા લાગી અને બીજી વખત તેમને 10 હજાર રૂપિયા નું દાન આપવાનું નક્કી કર્યું.
રમઝાન શેઠની આવી શ્રદ્ધા જોઈને આહીર પરિવાર દ્વારા તેમને મંદિર ના ખજાનચી બનાવવામાં આવ્યા અને ત્યારેથી આ મુસ્લિમ વ્યક્તિ માતાજી ના મંદિરના ખજાનચી છે. આને આજે પણ મંદિર ની દાન પેટી રમઝાન શેઠ દ્વારા જ ખોલવામાં આવે છે. આમ માં મોગલ કોઈ પણ ધર્મ, જાતિ જ્ઞાતિ, ના ભેદ વગર વર્ષોથી પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.