ચારણ સમાજ પર બેફામ બોલનાર વ્યક્તિ પર મોગલ બાપુ થયા લાલઘૂમ, કહ્યું કે “કોઈએ એને એમ નો કીધું કે… જુઓ વિડીયો
હાલમાં ચારણ સમાજમાં ભારે રોષે ભરાયા છે, તેમજ ચારણ સમાજના અનેક મહાનુંભાવો અને કલાકારો પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. આહીર સમાજના એક વ્યક્તિએ સમાજના મંચ પરથી બેહૂદી રીતે વાણી વિલાસ કરીને ચારણતત્વ અને આઈમાં વિષે વાંધાજનક અને અપમાનજનક શબ્દો ઉચ્ચારેલા. હાલમાં ચારણ સમાજ દ્વારા આ બનાવની ખુબ જ નિંદા કરવામાં આવી રહી છે, કારણ કે ચારણ અને આહીર સમાજને વરસો જુના સંબંધો છે પરંતુ એક વ્યક્તિના ભૂલના કારણે આ વિવાદ વકર્યો છે.
કબરાઉ ધામના મહંત શ્રી મોગલબાપુ એ પણ આ વ્યક્તિ પર લાલઘૂમ થયા છે, હાલમાં આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો દ્વારા તમે જાણી શકશો કે મોગલ બાપુએ વિવાદિત ભાષણ આપનાર વ્યક્તિ વિષે શું કહ્યું. ખરેખર આ ઘટના સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે તેમજ ચારણ અને આહીર સમાજ વચ્ચેના સંબંધો પર ના બોલવાનું બોલ્યા છે. માયાભાઈ આહીર, રાજભા ગઢવી તેમજ હકાભા ગઢવી અને અનેક સમાજના આગેવાનોએ પોતાની પ્રતિક્રિયાઓ જણાવી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે મોગલબાપુ એ શું કહ્યું છે?
અસલ આયર આવું ના બોલે ક્યારેય, આઈ આવડથી લઇને મામા ભાણેજના સંબંધ છે પણ આને આયરે અઢાર એ વરણનું અપમાન કર્યું છે. જો માણસાઈ હોય તો આવું બોલે? મારે દુઃખ સાથે કેવું પડે છે કે, તમે આટલા આયર છો જ્યારે તે બોલતો હતો ત્યારે સમાજના કોઈએ તેને રોક્યો નહીં કે આ તું શું બોલી રહ્યો છે? મોગલબાપુ એ ખુબ જ દુઃખદ ભાવના સાથે પોતાની હૈયાની વેદના વ્યક્ત કરી છે, આ વડવાળી તને કમોતે નો મારે તો વળવાળી વાળવાળી ન કેવાય. હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, મોગલબાપુની સંપૂર્ણ વાત તમે નીચે આપેલ વિડીયોના માધ્યમથી જાણી શકશો. .
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.