સાળંગપુર હનુમાનજીના ભીતચિત્ર વિવાદ મામલે મોગલ ધામના બાપુ નો ગુસ્સો આસમાને ! કિધુ કે તમારી ઓકાત રાક્ષસો…જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા પર હાલમાં માત્ર ને માત્ર સાળંગપુર ધામની ચર્ચાઓ થઈ રહી છે, આ સમગ્ર બનાવમાં હકીકત એ છે કે હનુમાનજીની વિકરાળ પ્રતિમાની નીચે લગાવવામાં આવેલ ભીતચિત્રોમાં હનુમાનજીને અન્યને પ્રણામ અને સેવા કરતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. આ કારણે હનુમાનજીના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે તેમજ સાધુ સંતો સહિત અનેક લોકો આ બાબતે પોતાનો ક્રોધ વ્યક્ત કર્યો છે.
મોરારી બાપુ એ પણ કહ્યું છે કે, પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા દુનિયામાં અનેક પ્રકારના કપટ ચાલી રહ્યાં છે. આપના હનુમાનજીને સેવા કરતા દર્શાવ્યા છે. આ બધા હીન ધર્મ છે, સમાજને જાગૃત થવાની જરૂર છે, એક તરફ મોરારી બાપુએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, ત્યારે મોગલ ધામના મરણીધર બાપુનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મરણીધર બાપુએ પણ આકાર શબ્દોમાં આ બાબતે ટીકા કરી છે. મરણીધર બાપુએ શું કહ્યું તે અમે આપને સંક્ષિપ્તમાં જણાવીએ.
કબરાઉ ધામના મરણીધર બાપુએ કહ્યું કે, અમે ચારણો છીએ, અમે જો તમારા પાયામાં ગ્યા ને તો તમે આ બધું મૂકી દેજો. તાડા મારી દેશો. મોગલ ધામથી બાપુ ચારણ ઋષિ તમને બોલી રહ્યો છે. તમારી ઓકાત છે કે તમે હનુમાજીનું અપમાન કરી શકો છો.
તમે બેસો એના ચરણમાં પણ તમે એના ચરણોમાં બેસવા લાયક નથી તમે એમની રજમાં આવો.
તમારી ઓકાત છે અમારી માનું અપમાન કરો છો. તમારી ઓકાત છે, રાક્ષસો… કારણ કે આ કોણ બોલે જેનામાં રાક્ષસની વૃત્તિ હોય. આ ચાલતું મશીન છે હેન્ડલ મારો એટલે હાલતું. આને માણસ કહેવાય નહીં કારણ કે માણસ હોય એ આવું બોલે જ નહીં. નેફા ખબર ન પડતી હોય તો કોઈક ને પુછાય, તમેં અમારી અંજની માતાનું અપમાન કર્યું છે.
અંજનીનો દીકરો જન્મ લેતા જ ઉગતા સૂરજ ને ગળી ગયો છે, માને જેને શ્રમમાંથી મુક્ત કરાવી છે, તેનું અપમાન તમે કરો છો. ભગવાન રામ જેવા રામે હનુમાનજી પર નજર નાંખી હતી કે હનુમાનજી વગર માતા જાનકીના કોઈ ખબર અંતર પૂછવા ન જઇ શકે.લંકા પણ હનુમાને સળગાવી.તમારી ઓકાત શું છે? બાપુએ વિડીયોના અંતે એટલું ન કહ્યું કે, તમારી ઓકાત શું છે? ખાસ કરીને સનાતન ધર્મ અને રાષ્ટ્રનું અપમાન કરી રહ્યા છો
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. વાયરલ થયેલ આ વીડિયો અંગે ગુજરાતી અખબાર કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.