હે ભગવાન આટલો નિર્દય કેમ ?? એક સાથે પરીવાર ના 12 લોકો ના મોત.. સાંસદ મોહનભાઈ….
કાલનો દિવસ મોરબી શહેર માટે કાળ બનીને આવ્યો. લોકોએ સ્વપ્નમાં પણ ન્હોતું વિચાર્યું કે ઝૂલતો પુલ મોતના દ્વારે ધકેલી દેશે. આ દુઃખદ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે રાજકોટ શહેરનાં એમ.પી મોહનભાઈ કુંડારિયાના પરિવારે મોતના મુખમાં ધકેલાય ગયા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મોહન કુંડારીયા આખી રાત બચાવ કાર્યમાં હતા.
આ દુઃખદાયી ઘટનામ તેમનો પરિવાર પણ સામેલ છે, એ વાતની જાણ થતાં મોહનભાઇ આઘાતમાં સરી પડ્યા હતા. કુંડારીયાના બહેનના જેઠ સુંદરજીભાઈની ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ ભાણેજ આ દુર્ઘટનાનો ભોગ બન્યા.સુંદરજીભાઈની ત્રણ દીકરી તો એક જ ગામ ખાનપરમાં જ સાસરે હતી. મૃત્યુ પામનાર મોરબીથી 10 કિમી દૂર ખાનપર ગામના જીવાણી, રૈયાણી અને અમૃતિયા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટનામાં તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, સુંદરજીભાઈને છ દીકરી છે અને તેમાં ત્રણ દીકરી એકતાબેન જીવાણી, ધારાબેન અમૃતીયા અને દુર્ગાબેન એક જ ગામ ખાનપરમાં સાસરે છે. ગઈકાલે એકતાબેન ચિરાગભાઈ જીવાણી, ધારાબેન હરેશભાઈ અમૃતીયા (ઉં.વ.46), ધારાબેનના પતિ હરેશભાઈ માવજીભાઈ અમૃતિયા (ઉં.વ.47), બે પુત્રી જેન્વી (ઉં.વ.19), ભૂમિ (ઉં.વ.17), દુર્ગાબેનની દીકરી કુંજલ સહિત 12 સભ્યો પુલ જોવા ગયા હતા.
અમૃતીયા પરિવારમાંથી હરેશભાઈ, તેમના પત્ની ધારાબેન, બે પુત્રી જેન્વી અને ભૂમિનું મોત થયું છે. જ્યારે ગામના રૈયાણી પરિવારમાંથી એક દીકરી કુંજલનું મોત થયું છે.
જીવાણી પરિવારમાં ચિરાગ જીવાણીના પત્ની એકતાબેનનું અવસાન થયું છે. હરેશભાઈના સસરા સુંદરજીભાઈ જબલપુરના છે. સુંદરજીભાઈને આ ઘટનામાં ચાર દીકરી, ત્રણ તેના જમાઈ અને પાંચ ભાણેજનું અવસાન થયું છે.
જીવાણી પરિવારના ચિરાગભાઈના એકતાબેન સાથે એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. ચિરાગભાઈ મારા પાડોશી હતા. હરેશભાઈ મારા કૌટુંબિક ભાઈ થતા હતા. રૈયાણી પરિવારમાંથી દીકરી અવસાન પામી છે. આ ઘટનામાં મુત્યુ પામનાર તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ ઈશ્વરને પ્રાર્થના.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.