Viral video

રાહદારીએ કપિરાજને પીવડાવ્યું પાણી, એવા દ્રશ્યો સર્જાયા કે વીડિયો જોઈને સૌ કોઈ જય હો બજરંગ બોલી રહ્યાં છે, જુઓ આ ખાસ વિડીયો

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક કપિરાજનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક રાહદારી કપિરાજને પાણીં પીવડાવે છે. આ દ્રશ્ય જોઈને એ તો દરેક વ્યક્તિને સમજાય જાય કે. માણસ હોય કે પ્રાણી, તરસ કોઈનાથી સહન ન થાય. આવી સ્થિતિમાં જરા વિચારો કે જ્યારે ગળું સંપૂર્ણપણે સુકાઈ ગયું હોય અને કોઈ આવીને તમને બે ઘૂંટ પાણી આપે તો તમને કેટલી રાહત થાય છે.

માણસને તો ગમે ત્યાંથી પાણીં મળી જાય છે પરંતુ ખાસ કરીને પ્રાણીઓ માટે અમૃતથી ઓછું નથી કારણ કે તેમને પાણીની શોધમાં ઘણું ભટકવું પડે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ જોઈને તમારું મન કહેશે કે દુનિયામાં સારા દિલના લોકોની કમી નથી.આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે.

તેમને આ રીલ્સ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે – જય બજરંત બલી. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાંદરો તેના બચ્ચા સાથે રસ્તા પર બેઠા છે અને . ત્યારે જ ત્યાંથી પસાર થતો વ્યક્તિ પાણીની બોટલ લઈને વાંદરાઓની સામે પહોંચે છે. વાંદરાઓ પણ દોડીને તે વ્યક્તિ પાસે આવે છે અને પાણી પીવા માટે આગળ દોટ મૂકે છે. વ્યક્તિ નીચે ઝૂકીને બોટલ આગળ ધરે છે.

વાંદરો કૂદીને પાણી પીવાનું શરૂ કરે છે તમેજ જોઈ શકશો કે માદા વાનરે પોતાના નવજાત વાનરને પોતાની ગોદમાં રાખેલું છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક પછી એક વાનર પોતાના નવજાત બચ્ચા સાથે પાણી પીવા માટે આવે છે. બે દિવસ પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 12 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો જોઈને આખું કોમેન્ટ બોક્સ – જય હો બજરંગ બલી કી જય હો ના નારા સાથે ભરાઈ ગયું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!