ત્રણ વર્ષની દીકરી પર વાંદરાઓએ હુમલો કરતાં 60 જેટલા ટાંકાઓ આવ્યા, હાલમાં આવી સ્થિતિમાં
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર જંગલી જાનવરોના હુમલાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં અનેક વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે હાલમાં જ થોડા દિવસ પહેલા એક એવી ઘટના બની હતી જેમાં અડધી રાત્રે દીપડો ઘરમાંથી એક બાળકને ઉઠાવીને ખાઈ ગયો હતો. આ દરમિયાન બાળકની માતા પણ તેની પાસે સૂતી હતી છતાં પણ તેને ખ્યાલ ન આવ્યો.
ત્યારે હાલમાં ફરી એકવાર આવી ઘટના બની છે જેમા એક માસૂમ બાળકી ભોગ બની છે. સદનસીબે કોઈ જાનહાનિ તો નથી થઇ પરતું ગંભીર રીતે ઘાયલ થયેલ.સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વડોદરાના અજોડ ગામમાં આ ઘટના બની હતી જેમાં કપિરાજે એક બાળકી ને ગંભીર રીતે ઘાયલ કરેલ. બાળકીને 60થી વધુ ટાકા આવ્યા હતા.જંગલોમાંથી હવે શહેરોમાં પણ વાંદરાઓનો ત્રાસ વધી રહ્યો છે.
આજોડ ગામમાં સાડા ત્રણ વર્ષની પ્રાંશી પંડ્યા ઘર આંગણે ઓટલા પર રમતી હતી. આ દરમિયાન લડતા લડતા બે કપિરાજ ત્યાં આવી પહોંચ્યા હતા.અન્ય બાળકોએ બુમાબુમ કરતાં વાંદરો બાળકીને બચકા ભરીને નાસી ગયો હતો.વાંદરાઓના હુમલાથી ગંભીર રીતે ઘાયલ પ્રાંશીને છાણીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં પ્રાંશીને સારવાર દરમિયાન 60થી વધુ ટાકા લેવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજોડ ગામમાં કપિરાજોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનો કપિરાજોના ત્રાસથી મુક્ત થાય એવી કાર્યવાહી પંચાયત તરફથી થાય એ ઇચ્છનીય છે. ખરેખર આ એક ખૂબ જ ગંભીર ઘટના છે. સદ નસીબે કોઈ જાનહાની ન થઈ અને સમયસર બાળકીને સારવાર થઈ ગઈ.