ચોંમાસા અગે હવામાન વિભાગ એ કરી કરી આગાહી! જ્યારે અંબાલાલે પણ કીધુ કે…
.હાલમાં હવે સૌ કોઈ કાળઝાળ ગરમીથી ત્રાસી ગયા છે અને વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે ખેડૂતો અને લોકો માટે ખુશ ખબરી છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ચોંમાસા અગે હવામાન વિભાગ એ કરી મહત્વની આગાહી! આ અંબાલાલે પણ કીધુ હતું વરસાદ અંગે ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે બંનેની આગાહી વચ્ચે શું ફેર છે.
આપણે સૌ જાણીએ છે કે, અંબાલાલ પટેલની આગાહી ક્યારેય પણ ખોટી નથી પડતી તેમજ આ સિવાય જ્યારે પણ તેમને આગાહી કરી છે, ત્યારે એવી ઘટનાઓ ઘટી છે. હાલમાં જ તેમને ચોમાસા અંગે આગાહી કરી હતી અને આ વર્ષે ક્યારે વરસાદ થશે અને ચોમાસાની ઋતુ કેવી હશે એ પણ ખાસ જણાવેલ. પટેલના કહેવા મુજબ તા. 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે.
ખાસ કરીને જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે તેમજ સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. અંબાલાલ પટેલ આગાહી કર્યા બાદ હવામાન વિભાગે પણ વરસાદ અંગે આગાહી કરી છે. હવામાન મુજબ આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે. કેરળમાં 29મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. કેરળમાં વરસાદ પડ્યાના 15 દિવસ આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થઇ જાય છે.
અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ થઈ શકે છે તેમજ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. આ આગાહી થી ખેડૂતોનાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે.