ચોમાસા મા ગુજરાત ના આ પાંચ સ્થળો ની મુલાકાત લેવાનું ભુલતા નહી ! ઓછા બજેટ મા વધારે મજા અને ફેમીલી સાથે ફરવા માટે બેસ્ટ
આ ચોમાસાની ઋતુમાં લીલીછમ હરિયાળીનો આનંદ માણવા માટે આ જન્માષ્ટમીમાં વેકેશનમાં પરિવાર સાથે આ યાદગાર સ્થાનો ફરવા માટે તૈયાર થઈ જાઓ આ સ્થાનો ખૂબ જ રોમાંચક અને આંનદદાયક છે. ખરેખર આ તમામ સ્થાન ગુજરાતના સૌથી લોકપ્રિય સ્થાનો પૈકી એક છે. આ સ્થાન તમને કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવશે.
દાંડી કૂચ : અંગ્રેજો સામે શરૂ કરાયેલી દાંડી યાત્રાનું સાક્ષી છે. આ એક ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં તમે તમારા પરિવાર સાથે ક્વોલિટી સમય પસાર કરી શકો છો. સૂર્યાસ્ત સમયે અહીં સુંદર દૃશ્ય જોવા મળે છે. હજારો લોકો શાંત વાતાવરણમાં આ બીચની મુલાકાત લેવા આવે છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ સુરત એરપોર્ટ છે. તમે અહીં બસ અને ટ્રેન દ્વારા પણ પહોંચી શકો છો.
સાપુતારા : ચોમાસાની ઋતુમાં ફરવા જવું હોય તો સાપુતારા પહોંચી જાઓ. ધરતી પરનું સ્વર્ગ લાગશે.અદ્ભુત ધોધની વચ્ચે કુદરતની ગોદમાં આવેલું છે. આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. આ હિલ સ્ટેશન સુરતથી 157 કિલોમીટર દૂર છે. તે ગુજરાતના સૌથી સુંદર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તમે બસ, ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા અહીં પહોંચી શકો છો. ખરેખર આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે વધુ લોકપ્રિય બની રહેશે.
દરિયાઈ સપાટીથી 2500 ફૂટની ઉંચાઈ પર સ્થિત વિલ્સન હિલ ઉનાળા અને ચોમાસા માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. વિલ્સન હિલ્સ પરથી સમુદ્રની ઝલક અને પંગરબારી વન્યજીવ અભયારણ્ય નજીકના લીલાછમ વિસ્તારનો નજારો પણ મેળવી શકાય છે. વરસાદની મોસમમાં આ જગ્યા ખૂબ જ સુંદર બની જાય છે. અહીં પહોંચવા માટે સુરતથી 130 કિમી લાંબી ડ્રાઈવ કરવી પડે છે. તમે વલસાડથી ટ્રેન દ્વારા પણ અહીં પહોંચી શકો છો.
પોલો જંગલ : ખરેખર કુદરતી સૌંદર્ય માણવું હોય તો પોલો ફરવા જવું જોઈએ આ સ્થાન સાપુતારા જેવું જ સુંદર છે.
પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 160 કિમી દૂર સાબરકાંઠા ગામ પાસે છે.તમે રાત્રિ માટે અહીં કેમ્પ કરી શકો છો અથવા શ્રેષ્ઠ રિસોર્ટમાં રોકાઈ શકો છો. જો તમને જંગલોમાં ફરવું ગમે છે, તો આ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
થોલ : ગુજરાતમાં ચોમાસા દરમિયાન જોવા માટે સુંદર થોલ તળાવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે શાંતિપૂર્ણ અને શ્રેષ્ઠ અનુભવ માટે અહીં મુલાકાત લઈ શકો છો. આ તળાવમાં તમને અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળશે. તેની આસપાસ ચાલવું એ એક અનોખો અનુભવ છે. જો તમને શાંતિ ગમે છે અને તમે તમારા પરિવાર સાથે અહીં આવવા માંગો છો, તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.