માત્ર કેરળ જ નહીં, આ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18 નવેમ્બર સુધી વરસશે ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા હાલમાં જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે સૌ કોઈ ચોંકી ગયા છે.હાલમાં એક તો શિયાળાની શરૂઆત છે અને ઠંડીનું પ્રમાણ જોવા મળી મળ્યું છે, ત્યારે હાલમાં જ ગુજરાત પ્રદેશમાં વરસાદની આગાહી બહાર પડી છે, ખરેખર આ ઘટનાને લીધે સૌ કોઈ ચોકી ગયા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી 4 દિવસો માટે 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારે વરસાદ થઇ શકે છે. ત્યારે ખાસ કરીને માછીમારોને ખાસ સૂચનો આપેલા છે.
ભારે વરસાદ મંગળવાર સુધી ચાલુ જ રહેશે તેવી આગાહી કરી છે. તેના પહેલા દિવસે 3 જિલ્લાઓ- ઈડુક્કી, ત્રિશૂર અને એર્નાકુલમમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.કેરળમાં ભારે વરસાદ વચ્ચે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, પશ્ચિમી હવાઓના કારણે કેરળમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખી અધિકારીઓ અને લોકોએ ખૂબ જ સતર્કતા રાખવાની જરૂર છે. રવિવારે બપોરના સમયે ઓવરફ્લો થઈ રહેલા જળાશયના દબાણને ઘટાડવા માટે ઈડુક્કી બાંધનું એક શટર 40 સેમી પહોળું કરીને ખોલવામાં આવ્યું હતું.
એક વાવાઝોડું દક્ષિણી કર્ણાટક અને પાડોશી ઉત્તર તમિલનાડુની આસપાસ સ્થિત છે અને બીજું દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર સ્થિત છે.ઓછા દબાણનું ક્ષેત્ર અરબ સાગરના મધ્ય ક્ષેત્ર પર સ્થિત છે જેની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની અને 15મી નવેમ્બર સુધી ઉત્તરી આંદામાન સાગર અને તેને અડીને આવેલી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર સારી આશા છે. દિશામાં જ ઓછું દબાણ આગળ વધતું રહેશે અને 17મી નવેમ્બર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક તોફાનમાં ફેરવાઈ જશે.
તા 18મી નવેમ્બર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ કિનારેપહોંચશે. હવામાન વિભાગે 18મી નવેમ્બર સુધી માટે કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશા માટે વરસાદની ચેતવણી આપી છે.ખરેખર આ કમોસમી અને હવામાન બગડવાના કારણે ન થવાનું થઇ રહ્યું છે,હાલમાં કેરળની પરિસ્થતિ તો આમ પણ ખરાબ છે,ત્યારે અન્ય પ્રદેશોમાં વરસાદ અને વાતાવરણ ખરાબ થવાથી ખુબ જ ગંભીર ઘટના સર્જાયા છે, ત્યારે ખાસ ધ્યાન રાખવમાં જણાવવામાં આવયુ છે.