ચોંમાસાના પહેલા વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે ગુજરાત ના આ ફરવા લાયક સ્થળો! જોઈ લો આ લીસ્ટ અને….
ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય અને લીલીછમ હરિયાળી થી ભરપુર સ્થાને ફરવા જવાનો એક અનોખો આનંદ છે. ચાલો ત્યારે અમે આપને ગુજરાતમાં આવેલ અત્યંત સુંદર અને કુદરતી થી સૌંદર્યથી ભરપૂર સ્થાનો વિશે જણાવીએ. જો તમે સૌરાષ્ટ્ર વાસીઓ છો તો તમારે ચોમાસાની ઋતુમાં જૂનાગઢ તો અવશ્ય જવું જોઈએ કારણ કે સૌરાષ્ટ્રનું સ્વર્ગ કહો કે ગુજરાતનું સ્વર્ગ તેમાં કંઈ ખોટુ નથી. ચાલો ત્યારે અમે આપને ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં આવેલા સ્થાનો વિશે જણાવીએ.
જુનાગઢ ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્રનું ડેસ્ટિનેશન પ્લેસ છે. મેઘરાજાના આગમનથી ગિરનાર લીલીછમ હરિયાળીથી સોળે શણગાર સજીને લોકોને પોતાની સુંદરતામાં મંત્રમુગ્ધ કરી દે છે.ચોરેતરફ વાદળો થી ઘેરાયેલ ગિરનાર પર્વત સ્વર્ગથી પણ સોહામણું લાગે છે.એટલે જ કહેવાય છે કે, ચોમાસાની ઋતુનો આનંદ માણવા તો જૂનાગઢ જ આવવું જોઈએ! ખરેખર વર્ષાઋતુમાં જૂનાગઢ લીલુંછમ કુદરતના સૌંદર્યથી સોહામણું અને પર્વતોમાંથી વહેતા ઝરણાંઓથી ખળખળ ગુંજી ઉઠે છે.એમાં પણ વરસતા મેઘના સથવારે ભવનાથ, લાલ ઢોરી, વિલીગ્ડન ડેમ અને જટાશંકર એ ફરવા જવાનો અનેરો આનંદ છે.
હવે તો ગિરનાર રોપ-વેમાં બેસીને વાદળોની દુનિયાને નજીકથી નિહાળવવાનો અવિસ્મરણીય અનુભવ માણી શકો છો! ગિરનાર જેવું જ કુદરતના ખોળે વસેલ નગર : પોળોના જંગલો પણ ખૂબ જ મનોરહર જગ્યા છે.આ જંગલ ઇડર તાલુકાના વિજયનગર નજીક આવેલ છે. બન્ને તરફ પર્વતો અને પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલ આ પોળોનું જંગલ મુલાકાતીને યાદગાર રહી જાય તેવું છે. આ સ્થળે 10 સદીમાં બનેલ એક શિવ મંદિર પણ આવેલું છે.જ્યાંની કોતરણી અને કલા કારીગરી વર્ષો પહેલાની આર્કીટેક શૈલીની અનુભૂતિ કરાવે છે.ચોમાસાને બાદ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સૌથ સુંદર નજારો જોવા મળે છે.
સુરતવાસીઓનું મનપસંદ સ્થાન છે. આસાપુતારામાં કુદરતે ખોબે-ખોબે સૌંદર્ય વેર્યુ છે. અને ચોમાસામાંતો સાપુતારાની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. ચારે તરફ હરિયાળી અને ખળ-ખળ વહેતા ઝરણા સાપુતારાને અવર્ણનીય સુંદરતા બક્ષે છે.માનવામાં આવે છે કે ડાંગના જંગલોમાંજ માતા શબરી અને શ્રી રામ ભગવાનનું મિલન થયું હતું.. આહ્લાદક શાંતિ અને અદભૂત કુદરતી સૌંદર્યનો સંગમ એટલે ડાંગનું સાપુતારા.
કુદરતી સૌંદર્ય સ્થાન જોયા પછી તમે ગુજરાતનાં આવેલ દાહોદનું રતનમહાલ અભ્યારણ્ય ની મુલાકાત લઈ શકો છો. બન્યું છે. રતનમહાલ રીંછ અભ્યારણ્યમાં અનેક જાતના પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે.સમુદ્રી તટથી 675 કિલોમીટર ઉંચાઈએ આવેલું આ દાહોદનું રતનમહાલ રીંછ અભ્યારણ પુરાતન સ્થળ છે જે હાલ અરવલ્લીની પર્વતમાળાઓ લીલીછમ બની જાય છે. આ સીવાય તમે ગુજરાતનું મીની ગોવા એટલે કે દિવનો પણ અનેરો આંનદ માણી શકો છો, દિવામાં ફરવા જેવું શું છે એ જણાવવા ની જરૂર ગુજરાતીઓને નાં પડે.જો તમારે ચોમાસાની ઋતુમાં દરિયા કિનારાઓનો લહાવી માણવો હોય તો. તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો છે.