ગુજરાત મા કોરોના કેસ વધતા મોરારી બાપું એ ચોંકાવનારુ નિવેદન આપ્યુ ! કીધુ કે “કોરોના મા…
આપણે જાણીએ છે કે કોરોના કહેર દેશભરને ભરખી ગયો હતો. હાલમાં પણ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ગુજરાતમાં અનેક રાજ્યોમાં આવા બનાવ બની રહ્યા છે. હાલમાં જ ગુજરાતના નવસારીમાં કોરોના કેસ વધતાં મોરારી બાપુની ચિંતા વધી ગઈ છે. વધતા કેસ સામે મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરીને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.
આજે નવસારીમાં કાર્યરત માનસ ગૌરી સ્તુતિ કથામાં મોરારી બાપુએ તમામને સાવચેતી રાખવા અપીલ કરી છે. મોરારી બાપુએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરતાં કહ્યું કે કથામાં મારો કાલે છેલ્લો દિવસ છે. પણ એડવાન્સમાં કહેતો જાઉં છું કોરોના સામે સાવચેતી રાખજો.
હાલ નવસારીમાં 7 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે દૈનિક 500 જેટલા દર્દીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. નવસારીમાં કાર્યરત માનસ રામકથાના વ્યાસ પીઠ પરથી મોરારીબાપુએ સાવચેતી રાખવા અપીલ કરી છે.
કોરોનાના એક્ટિવ કેસ 7, દરરોજ 500 જેટલા દર્દીઓના RT-PCR ટેસ્ટ થાય છે. આરોગ્ય વિભાગે શહેરીજનોને શરદી ખાસીના લક્ષણો સામે ટેસ્ટ કરવાની અપીલ કરી છે. આરોગ્ય વિભાગે RT-PCR ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે.
હાલમાં બેવડા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે જેમાં શરદી ખાંસી સહિત વાઇરલ ફીવરના કેસમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. તેવામાં કોરોના કેસ પણ સમકક્ષ ધીમી ગતિએ વધી રહ્યા છે. જો તકેદારી લેવાઈ તો કેસનો વધતો આંક રોકી શકાય તેમ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.