Gujarat

યુક્રેન અને રશિયાના યુદ્ધમાં અસરગ્રસ્તો ની મદદ માટે મોરારી બાપુ આગળ આવ્યા! કરી આટલા કરોડ ની મદદ

આપણે ત્યાં કહેવાય છે ને કે, સેવા પરમ ધર્મ! એમા પણ માનવ સેવા એજ પ્રભુ સેવા. દરેક જીવમાં ભગવાનનું પરમ તત્વ રહેલ છે. માનવતા થકી જ ઈશ્વર દરેક વ્યક્તિની સમીપે રહે છે. આપણે જાણીએ છે કે, હાલની પરિસ્થિતિમાં અનેક લોકો યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલ યુદ્ધમાં મદદ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ પરમ પૂજ્ય મોરારી બાપુ એ આ સદ્દકાર્યમાં સહભાગી થયા છે.

આપણે જાણીએ છે કે, જ્યારે પણ કોઈ તકલીફ કે આફત આવી છે, ત્યારે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપૂ એ દાન કરીને માનવ સેવા કરી છે. આ જગતમાં દરેક વ્યક્તિ માનવ સેવા સાથે જ સંકળાયેલ છે. જીવનમાં માત્ર ભજન ભક્તિ કે તપ થી ભગવાને પામી શકતા નથી. ક્યારેક આવી રીતે અજાણતા લોકોને લાભાર્થે દાન ધર્મ કરો ત્યારે ભગવાન તમારો ખુશ થાય છે. આ જ પ્રભુની ઉત્તમ સેવા છે.

હાલમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. જેને લઈ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે કથાકાર મોરારિબાપુએ જણાવ્યું હતું કે, તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રાશી અર્પણ કરેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો માટે ઉત્તમ કાર્ય કરે છે. ત્યારે કથાકાર મોરારિબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર શ્રી રામમંદિર માટે અનુદાન આપવાની બાપુએ અપીલ કરી હતી.

શ્રોતાઓ દ્વારા રૂપિયા 19 કરોડની રાશી એકત્ર થઈ હતી જે પૈકી 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું. ત્યારે લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી 10 સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!