મહાન રામકથા કાર મોરારીબાપુ ફરી એક વખત વિવાદો વચ્ચે ! આ કારણે થયો મોટો વિવાદ…જાણો શું છે પૂરો મામલો?
ગુજરાતનો કયો એવો વ્યક્તિ હશે જે મોરારી બાપુને નહીં ઓળખતો હોય છે, જી હા મિત્રો મોરારી બાપુને આખા ગુજરાતમાં સૌ કોઈ ઓળખતું થઇ ચૂક્યું છે, એક મહાન રામકથા કાર એવા મોરારીબાપુએ ફક્ત આપણા ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ બીજા રાજ્યો તથા વિદેશમાં પણ પોતાની રામકથા કરી ચૂકેલ છે, આના પરથી જ તમે તેની પ્રસિદ્ધિ વિશે જાણી શકો છો, એવામાં મોરારી બાપુને લઈને અનેક એવા મોટા સમાચાર સામે આવતા જ રહે છે.
એવામાં હાલ મોરારિબાપુને લઈને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે, તમને જણાવી દઈએ કે રામકથા કાર મોરારી બાપુ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક દિવસીય કથા કરવા માટે ગયા ગયા હતા જ્યા તેઓએ ઉજ્જૈનમાં બાબા મહાલાકના દર્શન અર્થે પણ ગયા હતા અને બાબા મહાકાળનો જલાઅભિષેક તથા ભગવાન મહાકાલની ખાસ પૂજા પણ કરી હતી,પરંતુ આ વાત માંથીને જ મોરારીબાપુ એક મોટા વિવાદમાં સંપેડાયા છે, તો શું વિવાદ છે ચાલો તમને જણાવીએ વિગતે.
સમાચાર દ્વારા સામે આવ્યું છે કે રામકથા કાર મોરારી બાપુ મહાકાલ મંદિરમાં જે વસ્ત્રો પેહરીને તેઓએ પૂજા તથા જળાભિશેક કર્યો હતો તેવા કપડા પર પૂજારી સંઘે વિરોધ કર્યો હતો, પૂજારી સંઘને અનુસાર કહેવામાં આવ્યું હતું કે મોરારીબાપુએ સફેદ કાપડ, લૂંગી તથા સફેદ કપડું માથે બાંધેલ હતું જે મંદિરના નિયમો માટે અનુકૂળ માનવામાં આવતું નથી, આ કારણને લીધે જ હાલ મોરારી બાપુ વિવાદના વાદળોમાં ઘેરાયા છે.
મહાસંઘ દ્વારા આ અંગે નિવેદન પણ આપવામાં આવ્યું છે કે તેઓ મોરારિબાપુનો વિરોધ નથી કરી રહયા પણ આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ અને મંદિર સમિતિએ પણ આ અંગેનું ધ્યાન રાખવું જોઈએ. મહાકાલેશ્વર ધામનો આ ખાસ નિયમ છે કે મહાકાલ ભગવાનના કોઈ પણ ભક્તને ગર્ભગૃહમાં પ્રવેશવા માટે ફક્ત ધોતી અને રેશમી ધોતિયું પેહરીને જવા દેવામાં આવે છે એવામાં મોરારી બાપુએએ લૂંગી તથા માથા પર પાઘડી પેહરી હોવાને લીધે આ વિવાદ સર્જાયો હતો.