” મોરના ઈંડા ચીતરવા ન પડે ” લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીના નાના દીકરા રાગે ગાયું શ્રી કૃષ્ણ ભગવાનનું સુંદર કીર્તન, જુઓ આ ખાસ વિડીયો….
“મોરનાં ઈંડા ચીતરવાં ન પડે” આ કહેવતને સાર્થક કરતો એક અદભુત નજારો આપણને ગુજરાતી લોકસંગીતના રાજા કિર્તીદાન ગઢવીના ઘરમાં જોવા મળ્યો છે. તેમના સૌથી નાના દીકરા રાગે પોતાની સંગીત પ્રતિભાથી બધાને ચોંકાવી દીધા છે.
કિર્તીદાન ગઢવીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ હાર્મોનિયમ વગાડતા જોવા મળે છે અને તેમનો નાનો દીકરો રાગ ભક્તિભાવથી કીર્તન ગાય છે. આ વીડિયો જોઈને એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે સંગીતનો વારસો રાગને પણ મળ્યો છે. તેના અવાજમાં કિર્તીદાન ગઢવીની ઝલક જોવા મળે છે.
રાગે નાની ઉંમરથી જ સંગીત શીખવાનું શરૂ કર્યું છે અને તેના પિતાના પગલે ચાલવાનું શરૂ કર્યું છે તેમજ રાગ ભક્તિભાવથી કીર્તન ગાય છે અને તેના અવાજમાં એક અલગ જ આસ્થા સંભળાય છે. રાગમાં સંગીતનો વારસો જન્મજાત છે અને તે ભવિષ્યમાં એક સફળ ગાયક બનશે તેમાં કોઈ શંકા નથી.
આ વીડિયો એ સાબિત કરે છે કે કલા અને સંગીત એક પેઢીથી બીજી પેઢીમાં વારસાગત થાય છે. કિર્તીદાન ગઢવીએ પોતાના દીકરાને સંગીતની દુનિયામાં એક નવો તારો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
રાગની પ્રતિભા જોઈને એમ કહી શકાય કે ભવિષ્યમાં તે પણ પોતાના પિતાની જેમ એક લોકપ્રિય ગાયક બનશે. તેની પાસે સંગીતની દુનિયામાં ઘણી બધી સિદ્ધિઓ મેળવવાની ક્ષમતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.