Gujarat

પોલીસ બેડામાં શોકનો માહોલ! મહિલા કોન્સ્ટેબલએ ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, મોતનું કારણ…જાણો વિગતે

હાલમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો સામે આવે છે, હાલમાં જ એક દુઃખ બનાવ સામે આવ્યો છે. આ દુઃખદ ઘટનાને કારણે પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે. વીટીવી ન્યુઝના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે, તે અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ધ્રાંગધ્રામાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે અચાનક જ જીવન ટૂંકાવી લીધું.

આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર રીટાબેન ડાભી કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ દુઃખદ બનાવના પગેલે પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.આ બનાવની જાણ થતા જ પોલીસઘટના સ્થળે પહોંચી અને ડેડ બોડીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે મોકલવામાં છે.

આ દુઃખદ ઘટનામાં મૃતકે સ્યુસાઈડ નોટ લખી છે કે નહી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, ખરેખર આ દુઃખદ ઘટના કારણે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવમાં ચોંકાવનારી વાત એ છે કે. રીટાબેને પોતાના ઘરે જ અગમ્ય્ કારણોસર ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો છે. તેમને હોસ્પીટલ ખસેડાયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા છે. સ્યુસાઇડ નોટ કે એવું કાંઇ મળ્યુ નથી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ બનાવના પગલે કાર્યવાહી શરૂ છે. આપણે ઈશ્વરને પાર્થના કરીએ મૃતકની આત્માને શાંતિ મળે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!