Entertainment

BAPS માં ફરી વળ્યું શોકનું મોજું!! નર્મદા કાંઠે સ્નાન કરવા ગયા ત્યારે એવી ઘટના બની કે વિધાર્થી સંતનું નિધન…

દિવસને દિવસે અનેક દુઃખદ સમાચાર આવતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. BAPS સંપ્રદાયમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે, આ બનાવ અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ કે આખરે બનાવ શું બન્યો છે? મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સારંગપુર સંત તાલીમ કેન્દ્ર ખાતે રહીને અભ્યાસ કરી રહેલા વિધાર્થી સંત પૂ.પવિત્રકીર્તિ સ્વામી અક્ષરધામ સિંધાવ્યા છે.

અચાનક જ બનેલી દુઃખદ ઘટનાં કારણે હરિભક્તોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.અધિક શ્રાવણ માસના વિચરણ બાદ સંતો દર્શન-યાત્રા માટે કેવડિયા કોલોની ખાતે ગયા હતાં અને ત્યાં નર્મદા સંત નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને અચાનક જ પગ લપસી ગયા બાદ તેઓ પાણીના વહેણના તણાઈ ગયા હતા અને તેમને બચાવવાનો પયત્ન કરેક પરંતુ તેઓ બચી શક્ય નહિ.

પૂ.પવિત્રકીર્તિ સ્વામી વિશે જાણીએ તો તેમણે પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે વર્ષ ૨૦૨૧માં ચાણસદ ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. M.Sc.Chemestry સુધી અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા અને સંસારનો ત્યાગ કરીને તેમને હરિભક્તિનો મારગ અપનાવ્યો હતો. તેમનું વ્યક્તિત્વ પણ શાંત અને પીઢ તેમજ અતિ પુરુષાર્થી હતા.સ્વામી અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો અતિ રાજીપો મેળવેલ. તેમના અંતિમસંસ્કાર વિધિ આવતીકાલે સવારે અટલાદરા ખાતે થશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!