ડોલી ની જગ્યા એ અર્થી ઉઠી ! મહીલા ડોકટરનુ લગ્ન પહેલાં જ ઢોકળા ખાધા બાદ મોત નીપજ્યું…
હાલ ના સમય મા અનેક એવી ઘટના ઓ સામે આવી રહી છે જેમા જે ઘરે લગ્ન હોય તે જ ઘર મા કોઇ નુ મૃત્યુ થયુ હોય. ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે જેમા લગ્ન પહેલા જ દુલ્હન નુ મોત થયુ છે. લગ્ન પહેલા દુલ્હને નાસ્તા મા ઢોકળા ખાતા સમયે અતરાઈ ગઈ હતી ત્યારે બાદ સતત છીક આવવા લાગી હતી અને પરીવાર દ્વારા હોસ્પીટલ મા ખસેડવામા આવતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતુ.
ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર ઘટના મધ્ય પ્રદેશના છીંદવાડાની બુધવારી બાઝાર વિસ્તાર મા બની હતી. જ્યા પ્રમોદ મહાદેવરાવ કાલે ની દીકરી મેઘા કાલે ના લગ્ન તારીખ 20 મે ના રોજ થવાના હતા ત્યારે ઘર મા લગ્ન ના અન્ય પ્રસંગો ચાલી રહ્યા હતા ત્યારે ગુરવારે મેઘા નાસ્તો કરી રહી હતી. નાસ્તા મા ઢોકળા ખાતી વખતે વિચિત્ર જોટો આવી ગયો હતો અને બાદ મા સતત છીંક આવતા પરીવારજનો દ્વારા મેઘા ને હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યા ટુકી સારવાર બાદ તેનુ મોત નીપજયું હતુ.
જો મેઘા ની વાત કરવામા આવે તો મેઘા પોતે ડોક્ટર હતી મેઘાનુ પ્રાથમિક શિક્ષણ છિંદવાડાની કેન્દ્રીય વિદ્યાલયમાં અને ઉચ્ચ શિક્ષણ નાસિક અને બોમ્બેમાં થયું હતું. તેણે એમબીબીએસ અને એમડીની ડિગ્રી લીધી હતી. તે બોમ્બેમાં જ ફરજ બજાવતો હતી. તેના લગ્ન 2021માં પૂના નિવાસી પરિવારના એક એન્જિનિયર સાથે નક્કી થયા હતા. લોકડાઉનને કારણે લગ્નમાં વિલંબ થયો અને લોક ડાઉન હટતા બંને પરીવાર ની સંમતિ થી લગ્ન ની તારીખ નક્કી થય હતી.
ઘટના બાદ વરરાજા અને દુલ્હન ના પરિવાર મા માતમ છવાયો હતો. દુલ્હન ની ડોલી ની જગ્યા એ અર્થી ઉઠતા વાતાવરણ ગમગીન બની ગયુ હતુ અને આ ઘટના અંગે ડોકટરે જણાવ્યા હતુ કે આવા કેસ રેર બને છે.