ઓહ ! પોતાની સુરક્ષા પાછળ આટલા રૂપિયા ખર્ચી નાખે છે મુકેશ અંબાણી.. મોદી કરતા પણ…
આજે આપણે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વિશેની ખાસ વાત જાણીશું. તમે આ વાત થી તદ્દન અજાણ હશો કે અંબાણી પોતાની સુરક્ષા માટે કેટલ પૈસા ખર્ચે છે. આજે અમે આપને જણાવીશું કે, જે વ્યક્તિ પાસે એશિયાનું સૌથી કિંમતી અને આલીશાન ઘર છે અને આલીશાન કારનું કલેક્શન છે એ વ્યક્તિ પોતાની સુરક્ષા માટે કેટલા ખર્ચ કરતા હશેએ દરેકનાં મનમાં વિચાર આવે.
આજે આપણે જાણીએ કે, મુકેશ અંબાણી પોતાને સુરક્ષિત રાખવા કેટલો ખર્ચ કરે છે. આપણે જાણીએ છે કે મુકેશ અંબાણીનો વ્યવસાય દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે તેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. જે વ્યક્તિ એશિયાના સૌથી ધનિક.વ્યક્તિ પૈકી હોય તેને પોતાની સુરક્ષા ખાસ રાખવી જ જોઈએ. તમને જાણીને આશ્ચય થશે જ્યારે અંબાણી ને મળતી સુરક્ષા વિશે જાણશો.
ખાસ વાત છે કે, મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરીટી મળેલી છે જેનો મહિને 20 લાખ ખર્ચો આવે છે. આ ખર્ચો અંબાણી પોતે ઉઠાવે છે. Z + સિક્યોરીટી હોવાને કારણે તેની સુરક્ષામાં એક સમયે 55 સુરક્ષાકર્મી તૈનાત હોય છે. તેમાંથી 10 NSG અને SPG કમાન્ડોની સાથે અન્ય પોલીસકર્મી હોય છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી પાસે 70થી વધારે કાર છે. તેમની એક કાર BMW 760Li તો સંપૂર્ણરીતે બુલેટપ્રુફ છે. જે તેમને સુરક્ષા આપે છે. આ કારની કિંમત 8 કરોડ 50 લાખ રૂપિયા છે. આ કારમાં લેપટોપ, ટીવી સ્ક્રિન, કોન્ફરન્સ સેન્ટર જેવી સુવિધાઓ રહેલી છે. આ સિવાય તેમની પાસે બેંટલે, રોલ્સ રોયસ દેવી લગ્ઝરી અને મોંઘી ગાડીઓ છે.
મુકેશ અંબાણી જ્યારે z પ્લસ થી સુરક્ષિત છે, તો તેમની પત્ની નીતા અંબાણીને પણ વાય પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવે છે. હથિયારો સાથે 10 CRPF કમાન્ડો નીતાની સુરક્ષામાં ઉપલબ્ધ હોય છે. નીતા દેશમાં જ્યાં પણ જાય છે ત્યાં આ કમાન્ડો તેની સાથે જાય છે. ખરેખર આ એક ખૂબ જ આશ્ચયજનક વાત છે અને એ વાત થી સૌ કોઈ અજાણ હશે કે, સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેના પરિવાર સાથે ઝેડ પ્લસ કવર પાછુ લેવાની જનહિત માગને રદ્દ કરી દેવામાં આવી હતી.