મુકેશ અંબાણી ને મળી z+ સુરક્ષા ! આટલા કમાન્ડો અને બૉડીગાડ રહેશે તૈનાત અને સુરક્ષા માટેનો કુલ ખર્ચ જાણી હોશ ઉડી જશે
દેશના ધનિક વ્યક્તિઓની યાદીમાં ભલે ગૌતમ અદાણી હોય પરંતુ ગુજરાતીઓના મુખે અને હૈયામાં તો મુકેશ અંબાણીનું નામ જ ચર્ચામાં રહે છે. આપણે જાણીએ પરિવાર જે રીતે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે, તે સૌ કોઈને જાણ છે. અંબાણી પોતાના પરિવારનાં દરેક સભ્યો માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ખાસ કરીને અંબાણી પોતાના પરિવાર માટે અને પોતાની સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. હાલમાં જ એક અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી ને કેન્દ્ર સરકાર પાસેથી z+ સુરક્ષા મળી છે અને તેનો કુલ ખર્ચ જાણી હોશ ઉડી જશે.
મુકેશ અંબાણી પાસે ઝેડ સિકોરિટી તો હતી જેનો મહિને ખર્ચો 20 થી 30 લાખ આવતો પરંતુ હાલમાં પરિવાર પર ખતરો હોવાથી સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ મુકેશ અંબાણીને ગૃહ વિભાગ દ્વારા ઝેડ પ્લસ સિક્યોરીટી મળેલી છે જેનો મહિને 40 થી 45 લાખ ખર્ચો આવે છે. આ ખર્ચો અંબાણી પોતે ઉઠાવે છે. Z + સિક્યોરીટી હોવાને કારણે તેની સુરક્ષામાં એક સમયે 58 સુરક્ષાકર્મી તૈનાત હોય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IBની ભલામણ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. IBએ મુકેશ અંબાણી પર ખતરાની આશંકા વ્યક્ત કરી હતી. મુકેશ અંબાણીની સુરક્ષા એવા સમયે વધારવામાં આવી છે જ્યારે ગયા વર્ષે તેમના ઘર એન્ટિલિયાની બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક મળી આવી હતી. આ સિવાય તેને ધમકીભર્યા ફોન પણ આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ઘણા દિવસોથી અંબાણીની સુરક્ષા વધારવા પર વિચાર કરી રહી હતી આ પહેલા તેમની પાસે z સિક્યોરીટી છે.
આ સિકોરિટી માંથી 10 NSG અને SPG કમાન્ડોની સાથે અન્ય પોલીસકર્મી હોય છે. 800 જેટલી મુકેશ અંબાણી પાસે 70થી વધારે કાર છે. . કમાન્ડો પાસે mps5 મશીન ગન છે, જેનાથી એકી સાથે 800 ગોલીઓ દ્વારા શૂટ થઈ શકે છે.
સુરક્ષા રૂપે એક કાર BMW 760Li તો સંપૂર્ણરીતે બુલેટપ્રુફ છે. આ કારની કિંમત 8 કરોડ 50 લાખ રૂપિયા છે. આ કારમાં લેપટોપ, ટીવી સ્ક્રિન, કોન્ફરન્સ સેન્ટર જેવી સુવિધાઓ રહેલી છે. આ સિવાય તેમની પાસે બેંટલે, રોલ્સ રોયસ દેવી લગ્ઝરી અને મોંઘી ગાડીઓ છે.
વર્ષ 2013માં મનમોહનસિંહ દ્વારા મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરીટી આપવામાં આવી હતી અને વર્ષ 2018માં નીતા અંબાણીને પણ વાય પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવે છે. હથિયારો સાથે 10 CRPF કમાન્ડો નીતાની સુરક્ષામાં ઉપલબ્ધ હોય છે. નીતા દેશમાં જ્યાં પણ જાય છે ત્યાં આ કમાન્ડો તેની સાથે જાય છે.
ખરેખર આ એક ખૂબ જ આશ્ચયજનક વાત છે અને એ વાત થી સૌ કોઈ અજાણ હશે વિકાસ શાહ નામના વ્યક્તિ એ મુકેશ અંબાણીની સિકોરિટી પાછી લેવા વર્ષ 2013માં કે, સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેના પરિવાર સાથે ઝેડ પ્લસ કવર પાછુ લેવાની જનહિત માગને રદ્દ કરી દેવામાં આવી હતી.