Entertainment

મુકશે અંબાણી ની કંપની અને અદાણી કંપનીએ વચ્ચે એવો વિચિત્ર કરાર થયો કે જાણી ને ચોંકી જશો ! રિલાયન્સથી છેડો ફાડો તો અદાણી નોકરી

દેશના ધનિક વ્યક્તિ તરીકે પહેલા મુકેશ અંબાણીનું નામ આવતું પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. દેશના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણી બીજા સ્થાને આવી ગયા છે , ત્યારે સ્વાભાવિક છે કે અંબાણીનું સ્થાન ટોપ 5 માં પણ નથી. આ બંને કંપનીઓ હરીફ કહેવાય આમ તો પરંતુ અદાણી અને અંબાણી વચ્ચે કોઈ દુશ્મની નથી પરંતુ તેમની બંનેની કંપની વિશે એક વિચિત્ર કરાર થયેલ છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, એવો તે કયો કરાર છે જેનાથી તમારી નોકરી સંકટમાં મુકાઈ શકે છે.

આજના સમયમાં કર્મચારીઓ એક કંપની છોડીને બીજી કંપનીમાં સારા પગારે જવાનો માર્ગ અપનાવતા હોય છે. પરંતુ રિલાયન્સ ગ્રૂપ અને અદાણી ગ્રૂપના કર્મચારીઓ માટે એકબીજામાં જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. મુકેશ અંબાણી ના રિલાયન્સ જૂથ અને ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે No-Poaching એગ્રીમેન્ટ કર્યા છે. એટલે કે તેઓ એકબીજાના કર્મચારીને પોતાને ત્યાં ઉંચા પગારની ઓફર કરીને નહીં લાવે.

હાલમાં જ જાણવા મળ્યું છે કે, કંપનીઓ વચ્ચે નો-પોચિંગ એગ્રીમેન્ટ થયા છે. ભારતમાં નો-પોચિંગ એગ્રીમેન્ટ એ નવી વાત નથી. કંપનીઓ ઘણી વખત એક બીજાના માણસોને ડાયરેક્ટ જોબ પર ન રાખવાનો નિર્ણય લેતી હોય છે જેમાં બંનેના હિત જળવાય છે. કંપનીઓ વચ્ચે આવા કરાર પહેલેથી હોય છે, પરંતુ તેમાં કોઈ સત્તાવાર જાહેરાત નથી થતી. રિલાયન્સ અને અદાણી જૂથ એક સરખા બિઝનેસમાં છે અને કેટલાક ધંધામાં તેમની વચ્ચે કટ્ટર હરીફાઈ ચાલે છે.

લાખો લોકોને જોબ પર રાખતી મોટી કંપનીઓનો પગાર ખર્ચ દર વર્ષે વધતો જાય છે. તેઓ એકબીજાના માણસોને લેવાનું વિચારે તો વેતનમાં જંગી વધારો આપવો પડે જે તેઓ ઈચ્છતા નથી. તેથી ટેલેન્ટેડ માણસોને ખેંચવા માટે હરીફાઈ ન થાય અને પગારનો ખર્ચ ઘણો વધી ન જાય તે માટે કંપનીઓ બિનસત્તાવાર રીતે નો-પોચિંગ એગ્રીમેન્ટ કરતી હોય છે. કોઈ વ્યક્તિના રોજગારના અધિકાર પર તરાપ ન લાગે ત્યાં સુધી આવા કરાર લીગલ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!