મુકેશ અંબાણી નાની વહુ રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યા બદ્રીનાથના દર્શનાર્થે, કર્યું અધધધ આટલા કરોડોનું દાન, જુઓ ખાસ તસવીરો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશના સૌથી ધનિક વ્યક્તિ અને ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ના ચેરમેન મુકેશ અંબાણી ખુબ જ ધાર્મિક છે, તેઓ ઘણીવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે . હાલમાં જ તેઓ 12 ઓક્ટોબર 2023 ના રોજ, તેઓ તેમના પરિવાર સાથે બદ્રીનાથ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે બદ્રીનારાયણ મંદિરમાં પૂજા કરી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
મુકેશ અંબાણી તેમની નાની પુત્ર વધુ ધિકા મર્ચન્ટ અને પરિવારના અન્ય સભ્યો સાથે બદ્રીનાથ પહોંચ્યા. આ દરમિયાન મુકેશ સફેદ રંગનો કુર્તા-પાયજામા અને મરૂન રંગનું જેકેટ પહેરીને જોવા મળ્યો હતો, તો રાધિકા પીળા રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાનો લુક સિમ્પલ રાખ્યો અને તેને નો-મેકઅપ સાથે પૂર્ણ કર્યો.
મુકેશ અંબાણીનું ઉત્તરાખંડના બદ્રીનાથમાં ‘બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ’ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ ‘BKTC’ના ભૂતપૂર્વ CEO બીડી સિંહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી દર વર્ષે પવિત્ર મંદિરની મુલાકાત લે છે. ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં તેણે રાધિકા સાથે કેદારનાથ અને બદ્રીનાથમાં બાબા મહાકાલ અને ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા.
મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ કેદારનાથ અને બદ્રીનાથ મંદિર સમિતિને 5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. ગયા વર્ષે અંબાણી પરિવારે અનેક મંદિરોની મુલાકાત લીધી હતી. જેમકે, શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી. આ દરમિયાન પણ રાધિકા તેની સાથે હતી. તેમજ તમામ મંદિરોને ઘણું દાન પણ આપ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.