અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગમાં મુકેશ અંબાણીએ 7500 કરોડ રૂપિયામાં ભાડે રાખ્યું આલીશાન ક્રુઝ,જુઓ આ ક્રુઝની ખાસ તસવીરો
અનંત અને રાધિકાનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં યોજાયુ હતું અને હવે ફરી એકવાર ઇટાલી થી ફ્રાન્સ સુધી લક્ઝ્યુરિયસ ક્રુઝમાં તા . 29 જૂનથી 1 જૂન સુધી પ્રિ વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર લક્ઝ્યુરિયસ ક્રુઝની અંદરની ખાસ તસવીરો સામે આવી રહી છે. આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં 800 થી વધુ લોકોને આમંત્રણ આપેલું છે, જેમાં ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવારે પહેલા પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં 1000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
ચાલો અમે આપને જણાવીએ કે બીજા પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારે કેટલો ખર્ચ કર્યો છે? પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર TOI ના એક અહેવાલ મુજબ, ક્રૂઝની કિંમત USD 900 મિલિયન છે, જે INR માં રૂપાંતરિત થાય ત્યારે રૂ. 74,96,97,30,000 (અંદાજે 7,500 કરોડ). દરેક સ્યુટની કિંમત આશરે રૂ. 60 લાખ છે અને તેમાં સ્પા, જિમ, સ્વિમિંગ પુલ અને વધુ જેવી વૈભવી સુવિધાઓ છે, આ સિવાય પ્રિ- વેડિંગનો અન્ય ખર્ચ પણ સામેલ કરશો તો તમારું મગજ ગોથે ચડી જશે કે આ સેલિબ્રેશનમાં ટોટલ કેટલો ખર્ચ થશે.
તમામ મહેમાનોને 29મી મેના રોજ ક્રુઝમાં બેસવાનું હતું અને આ જ દિવસે ક્રુઝ પર વેલકમ લંચ થીમ સાથે શરૂ થશે. 29 મેની સાંજે થીમ “સ્ટેરી નાઇટ” છે જે બીજા દિવસે “એ રોમન હોલીડે” થીમ સાથે આગળ વધશે. 30 મેની રાત્રિની થીમ “લા ડોલ્સે ફાર નિએન્ટે” છે.તે પછી બપોરે 1 વાગ્યે “ટોગા પાર્ટી” થશે. બીજા દિવસની થીમ છે “વી ટર્ન વન અન્ડર ધ સન,” “લે માસ્કરેડ,” અને “પાર્ડન માય ફ્રેન્ચ.” છેલ્લા દિવસે એટલે કે શનિવારે, થીમ ઇટાલિયન ઉનાળાના ડ્રેસ કોડ સાથે “લા ડોલ્સે વિટા” હશે. આ કાર્ડ બાદ હવે ફેન્સ આ ફંક્શનની તસવીરોની રાહ જોઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.