Viral video

મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી સ્ટેજ પર પડી ગયો છતાં કાલીઘેલી ભાષામાં બોલ્યો ” જય શ્રી કૃષ્ણ ” વીડીઓ જોઈને તમે હસી પડશો.. જુઓ

12 જુલાઈ, 2024ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન બાદ, અંબાણી પરિવારે નવદંપતી માટે ‘શુભ આશીર્વાદ’ અને ‘મંગલ ઉત્સવ’નું આયોજન કર્યું હતું. ત્યારબાદ 15 જુલાઈ, 2024ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો બીજો રિસેપ્શન યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી અને મર્ચન્ટ પરિવારે પોતાના સ્વાગત ભાષણથી બધાનું દિલ જીતી લીધું હતું અને સૌથી વધારે પૃથ્વી અંબાણીએ સૌને પોતાના ફેન્સ બનાવી દીધા.

અનંત-રાધિકાના રિસેપ્શનમાં સ્ટેજ પર પડ્યા બાદ પૃથ્વી અંબાણીએ આપી ક્યૂટ પ્રતિક્રિયા. આ કાર્યક્રમમાં, નીતા અંબાણીએ પોતાના પરિવારના દરેક સભ્યને મહેમાનો સાથે ગર્વથી મળાવ્યા હતા. આ દરમિયાન, નીતાએ પોતાના પૌત્ર પૃથ્વીનું સ્ટેજ પર સ્વાગત કર્યું હતું. પૃથ્વી, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પુત્ર છે. તેણે બ્લુ કલરનું કુર્તો અને વ્હાઇટ પાયજામા પહેર્યું હતું.

જેવી રીતે પૃથ્વીનું નામ તેની દાદીએ બોલાવ્યું, તે સ્ટેજ તરફ દોડ્યો અને લપસીને પડી ગયો. જો કે, રડવાને બદલે તે ઉઠ્યો, તેણે પોતાની દાદી નીતા પાસેથી માઇક લીધું અને ખૂબ જ ક્યૂટ રીતે પેપરાઝીનું અભિવાદન કર્યું. પૃથ્વીએ પોતાના ઘૂંટણને ઘસતાં બધાને ‘જય શ્રી કૃષ્ણ’ કહ્યું અને પોતાની ક્યૂટનેસથી બધાને ખુશ કરી દીધા.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે અને લોકો પૃથ્વીની ક્યૂટનેસના વખાણ કરી રહ્યા છે અને કેટલાક લોકોએ તો પૃથ્વીને ‘મિનિ એનર્જી બંડલ’ પણ કહ્યો છે.આ ઘટના સાબિત કરે છે કે અંબાણી પરિવાર કેટલો સાદો અને મિલનસાર છે અને બાળકોને તમામ પ્રકારના ખાસ સંસ્કાર આપ્યા છે, આજ કારણે આ નાના બાળકે સૌ કોઈને જય શ્રી કૃષ્ણ કહ્યું.પૃથ્વીની આ ક્યૂટનેસે બધાના ચહેરા પર સ્મિત લઈ આવ્યું છે.આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!