Gujarat

એક લાખનુ ત્રણ લાખ વ્યાજ આપ્યું છતા વ્યાજખોરોએ ત્રાસ આપતા મુકેશ પટેલે આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે “મે રબારી ગાંડાભાઈ જોડેથી…

હાલ ના સમય મા ગુજરાત ભર મા અનેક આપઘાત ના બનાવો બની રહ્યા છે જેમા મા ઘણા જ બનાવો એવા હોય છે જે રુપીઆ ના કારણોસર થતા હોય અથવા કૉઈ ના ત્રાસ ના કારણે થતા હોય ત્યારે ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસ થી એક આડેધે તળાવ મા કુદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યા છે અને સાથે લોકો મા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો આ ઘટના મહેસાણા ના ખેરવા ગામ મા બની હતી જ્યા મુકેશ પટેલ નામના વ્યક્તિ એ વ્યાજ ખોરોના ત્રાસ ના કારણે તળાવ મા કુદી આપઘાત કરી લીધો હતો. ગઇકાલે તેમનો મૃતદેહ મળતાં મહેસાણા સિવિલમાં લવાયો હતો જ્યાં પ્રાથમિક તબક્કે પંચનામામાં પોલીસકર્મીએ આત્મહત્યાને બદલે પગ લપસી જતાં મોત થયું હોવાનું લખતાં સમગ્ર મામલે હોબાળો મચી ગયો હતો.

જ્યાર બાદ પોલીસ તંત્ર ના ઉપરી અધિકારીઓ એ આવી ફરીયાદ નોંધી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના મા ભોગ બનનાર મુકેશભાઈ ત્રિભોવનભાઈ પટેલ ગણપત યુનિવર્સિટીમાં પટાવાળા તરીકેની ફરજ બજાવતા હતા. અને ત્રણ દિવસ અગાઉ સુફલામ તળાવમાં આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે બુધવારે લાશ મળ્યા બાદ લોકૉ મા આ ઘટના પગલે વ્યાજખોરો વિરુધ્ધ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

જેમા મૃતકની દીકરીની ફરિયાદ આધારે વ્યાજખોર ગાંડા દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મૃતકની દીકરીએ ફરિયાદ નોંધાવી છે કે મારા પપ્પા રોજ બાઇક લઇને નોકરી પર જતા, પણ એ દિવસે બાઇક લઇને નહોતા ગયા. મારા કાકાની દીકરીને બાઇકની ચાવી આપી અને કહ્યું કે તારી મોટી મમ્મીને કહેજે હું ગાડીમાં બેસીને બહાર જવાનો છું, જેથી અમને શંકા જતાં અમે શોધખોળ હાથ ધરી હતી.

શોધખોળમાં દરમિયાન ગામના સુજલામ સુફલામ તળાવના કિનારેથી પપ્પાનું સ્વેટર મળી આવ્યું હતુ, જેથી પપ્પા ગુમ થયાની અમે પોલીસને અરજી આપી હતી. તરવૈયાઓએ તળાવમાં શોધખોળ કરી પણ કંઇ મળ્યું નહોતું. જ્યારે બે દિવસ બાદ તળાવમાં તરતી લાશ જોવા મળતાં અમે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ બહાર કાઢ્યો ત્યારે તેમના ખિસ્સામાંથી ભીની ચિઠ્ઠી મળી આવી હતી. ચિઠ્ઠીમાં પપ્પાએ વ્યાજે લીધેલા એક લાખના રૂ.3.30 લાખ ચૂકવ્યા હોવા છતાં પાંચ લાખ રૂપિયા માગી ઘર પડાવી લેવાની ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

મૃતકના કુટુંબીભાઈ હરેશ પટેલે જણાવ્યું હતું કે મૃતક પર પૈસા મામલે બહુ દબાણ હતું. કોલેજમાં નોકરી જતા ત્યારે રસ્તા પર ધાકધમકીઓ આપતા અને પકડીને ઊભા રાખતા. તેમનાં પત્ની કે છોકરી ગામમાં કોઈ વસ્તુ લેવા જાય ત્યારે ઉઘરાણી કરનાર પૈસા લેવા ઊભો રહેતો અને બેફામ અપશબ્દો બોલતો. 1 લાખ આપ્યા હતા એમ છતાં વ્યાજખોરોએ 3.30 લાખ લીધા અને હજુ 5 લાખ આપ નહીં તો પરિવારને ઉઠાવી લઇશું એવી ધમકી આપતાં મુકેશભાઈએ આત્મહત્યા કરી છે. અમારી એક જ માગ છે આરોપી સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ગામમાં તેમણે અન્ય લોકો પાસે પણ આવું કર્યું છે.”

મુકેશ પટેલે આત્મહત્યા કરતાં પહેલાં સ્યુસાઇડ નોટ લખીને તેનો મોબાઈલમાં ફોટો પાડી લીધો હતો. જે મોબાઈલ પરિવારજનોને મળતાં તેમણે આત્મહત્યા કરી હોવાની ખબર પડી હતી. બીજી તરફ મોબાઇલમાં જે ફોટો મળ્યો હતો તે જ સ્યુસાઇડ નોટ તેમના કપડામાંથી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘મારું મરવાનું કારણ મેં રબારી ગાંડાભાઈ જોડેથી એક લાખ લીધેલ હતા, એક લાખ વ્યાજ સહિત મેં હપ્તે હપ્તેથી આપતો હતો. પાંચ લાખ રૂપિયા મારી પાસે માગે છે. મેં અત્યાર સુધી 3 લાખ 30 હજાર ચૂકવેલ છે. આજે મને રૂબરૂમાં ઘર પડાવી લેવાની વાતો કરે છે અને જો મારા રૂપિયા નહીં આપે તો મને મારી નાખવાની અને મને રૂબરૂ મળે ત્યારે ગાળો અને ના બોલવાના શબ્દો બોલે છે. મારા તરફથી મોટી સજા કરશો. એ જ લિ. પટેલ મુકેશભાઈ ટી.ના જય માતાજીનું લખાણ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!