સુકાન હવે નવી પેઢીને મળશે ! પ્રથમ વખત મુકેશ અંબાણીએ આપ્યો આવો સંકેત
આપણે સૌ જાણીએ છીએ કે ધીરુભાઈ અંબાણી એ ટેકસટાઇલસના બીઝનેસ માથી શરુવાત કરી હતી અને દેશ ના ટોચ ના ઉદ્યોગપતિ મા નામના મેળવી હતી ત્યારે બાદ તેના દિકરા મુકેશ અંબાણી એ કંપની ની જવાબદારી સંભાળી હતી અને આજે દેશ ના અનેક ઉદ્યોગો મા મુકેશ અંબાણી એ સફળતા મેળવી છે અને હાલ અનેક સેક્ટર મા તેવો કામ કરી રહયા છે.
ત્યારે તાજેતર મા જ 64 વર્ષની ઉંમરના મુકેશ અંબાણીએ તેમના પિતાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તરાધિકાર સોંપવાની પ્રક્રિયા શરૂ કરવાની જાણકારી આપી અને મુકેશ અંબાણી એ જણાવ્યું હતુ કે “મોટાં સપનાં અને અશક્ય લાગતા લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે યોગ્ય લોકોને જોડવા અને યોગ્ય નેતૃત્વ હોવું જરૂરી છે. રિલાયન્સ હવે એક મહત્ત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તનને અંજામ આપવાની પ્રક્રિયામાં છે.
આ પરિવર્તન મારી પેઢીના વરિષ્ઠોથી નવા લોકોની આગામી પેઢીનું હશે. મારાથી લઈને તમામ વરિષ્ઠોએ હવે રિલાયન્સમાં અત્યંત કાબેલ, પ્રતિબદ્ધ તથા પ્રતિભાશાળી યુવા નેતૃત્વને વિકસિત કરવું જોઈએ. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને સક્ષમ બનાવવા જોઈએ અને પ્રોત્સાહિત કરવા જોઈએ તેમજ જ્યારે તેઓ આપણાથી વધુ ઉત્તમ પ્રદર્શન કરતા જોવા મળે તો આપણે આરામથી બેસીને તેમના માટે તાળીઓ વગાડવી જોઈએ.”
હવે આગામી સમય મા જાણવા મળશે કે કંપની મા કેવા પરિવર્તનો થશે. હાલ સુધી મા કંપની અનેક સેક્ટર મા કામ કરી રહી છે ત્યારે આગામી સમય મા સફળતા મળવા યુવા પેઢી ને અમુક જવાબદારી આપશે તેવુ લાગી રહયુ છે.