અરીજીતસિંગ નુ ગીત ઓ બે દર્દએ આ…. ડાયરા ની સ્ટાઈલ મા સાંભળયું?? જુઓ વિડીઓ ઉમેશ બારોટે કેવુ ગાયું….
બૉલીવુડની ફિલ્મોથી (Bollywood)વધારે તેના ગીતો લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની જાય છે. હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મ ” તું જૂઠી મેં મકાર ” ફિલ્મ આવેલી. (Tu Juthii Me makaar) આ ફિલ્મનું ઓ બેદર્દીયા સોંગ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. ખરેખર આ સોંગ એટલું લોકપ્રિય બની ગયું છે કે, ગુજરાતી લોક ડાયરામાં ( GujaratiLokdayro) પણ ગુંજી ઉઠ્યું. આ વિડિયો જોઈને તમારું પણ દિલ ખુશ થઈ જશે.
ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.ગુજરાતના લોકપ્રીય કલાકાર ઉમેશ બારોટએ ( Singer Umesh Barot) બૉલીવુડનું ફેમસ સોંગ ઓ બેદર્દીયા સોંગ સ્ટેજ પર એવું ગાયું કે, ત્યાં હાજર સૌ કોઈ લોકો ઉમેશ બારોટ પર ખુશ થઈ ગયા.
તમને જણાવી દઈએ કે આ વીડિયો જેતપુરના (Jetpur) ભેડાપીપળીયા ગામનો છે, જ્યાં તા. 4 એપ્રિલ 2023ના રોજ શ્રી આણંદ બાપા આશ્રમ, ભેડાપીપળીયા ખાતે ભવ્ય લોક ડાયારાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક ડાયરામાં દેવાયત ખવડ, ઉમેશ બારોટ સહિત અપેક્ષા પંડ્યા એ હાજરી આપી હતી. આ દરમિયાન જ ઉમેશ બારોટે યુવાનોનું દિલ જીતી લીધું હતું.
ઉમેશ બારોટ અને અપેક્ષા પંડ્યાની ( Apexa pandya) જુગલબંધી સ્ટેજ પર ચાલી રહી હતી, ત્યારે જ તેમણે કહ્યું કે મને એક સોંગ ખૂબ જ ગમે છે.આખરે ઉમેશ બારોટે પોતાના જ અંદાજમાં ” ઓ બેદર્દીયા ” ( O bedardiya ) સોંગ ગાઈને સૌ કોઈને હૈયાં જીતી લીધા હતા. ખરેખર આ વીડિયો જેટલીવાર જોઈએ એટલી વાર ઓછો લાગે. અરીજિતસિંહ (Arijitsingh) ના સ્વરની જેમ જ ઉમેશ બારોટના સ્વરમાં આ સોંગ ખૂબ જ મનમોહક અને હદયને સ્પર્શી રહ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.