Gujarat

ભાવનગરના ભરતનગરની અંદર માલધારી યુવકની હત્યા!! સામાન્ય બોલાચાલી હત્યાની ઘટનામાં પરણમી…

ગુજરાતમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધુ વધી રહ્યા છે, ત્યારે હાલમાં ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ હત્યાને કારણે માલધારી સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યાં કારણોસર આ યુવકની હત્યા કરવામા આવી અને હત્યા કરનાર કોણ છે?

હાલમાં જ ભાવનગરના ભરતનગરની અંદર માલધારી યુવકની હત્યાનો બનાવ બનતા ચારોતરફ ચકચાર મચી ગયો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે ક્યાં કારણે આ યુવાનની હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે, ત્રણ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે.

મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે કૌશિક મેર નામના યુવકની ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આ કારણે ગંભીર ઇજા થતાં જ તેને હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ ત્રણ દિવસની સઘન સારવાર બાદ આખરે તેનું દુઃખદ નિધન થયું.

આ ઘટનાની જાણ થતાં જ ભરત નગર પોલીસે આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યાના બદલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. ખરેખર આ બનાવ સૌ કોઈ લોકો માટે ચોંકાવનારો છે કારણ કે એક નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા કરી નાંખી. આ કારણે યુવકના પરિવારજનોમાં પણ ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!