કોમી એકતાનું ઉદાહરણ! હિન્દૂ મિત્રની અંતિમ યાત્રામાં મુસ્લિમ મિત્ર એ અર્થીને કાંધ આપીને ” રામ નામ સત્ય હૈ “નો જાપ કર્યો….
એક તરફ દેશમાં હિન્દૂ અને મુસ્લિમો વચ્ચે સતત વિચારો અને મનભેદ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું. બિહારની રાજધાની પટનામાં હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યો છે. રાષ્ટ્રીય એકતાનો પરિચય આપતા રાજા બજારના એક મુસ્લિમ પરિવારે દાખલો બેસાડ્યો છે. આ પરિવારના લોકો અંતિમયાત્રામાં બોલતા રામ નામ સત્ય હૈ બોલતા જોવા મળ્યા.
જે સામાન્ય રીતે હિન્દુ લોકોની સ્મશાનયાત્રામાં બોલાય છે. પટનાના આ મુસ્લિમ પરિવારે અંતિમ સંસ્કારમાં ન માત્ર રામ નામ સત્ય કહ્યું પરંતુ એક હિંદુના અર્થીને કાંધ પણ આપ્યો અને સંપૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર પણ કર્યા.તમને જાણીને આશ્ચર્ય થાય છે કે, મૃત્યુ પામનાર વ્યક્તિ લગભગ 25 વર્ષથી આ મુસ્લિમ પરિવાર સાથે ખાસ સંબંધ હતો. બંને ખાસ મિત્રો હતા. અંતિમ સંસ્કાર હિન્દુ રીતરિવાજો અનુસાર કરવામાં આવ્યા હતા.
પટનાના સમનપુરા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારે હિન્દૂ રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા અને પટનાના ગંગા ઘાટ પર લઈ ગયા જ્યાં અગ્નિદાહ આપવામાં આવ્યો.રાજાબજારના સમનપુરામાં રહેતા મોહમ્મદ અરમાનના પરિવારે ઘણા વર્ષો પહેલા રામદેવ નામના હિન્દુ વ્યક્તિને નોકરી આપ્યા બાદ પરિવાર સાથે રાખ્યો હતો. રામદેવ લગભગ 75 વર્ષના હતા અને તેમનું અવસાન થયું.જેથી મુસ્લિમ પરિવારે પણ પોતાનું ઘર રાખીને તેને ટેકો આપ્યો હતો. હવે એ જ મુસ્લિમ સમાજના એક પરિવારે, જેમણે રામદેવને આશરો આપ્યો હતો, તેમના મૃત્યુ પર હિંદુ રીતિ-રિવાજ મુજબ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
અંતિમ સંસ્કાર કરનાર મુસ્લિમ પરિવારે જણાવ્યું કે લગભગ 25 થી 30 વર્ષ પહેલા રામદેવ નામનો વ્યક્તિ ક્યાંકથી ભટકતો રાજા બજારમાં સમનપુરા પહોંચ્યો હતો. મોહમ્મદ અરમાને તેની દુકાનમાં સેલ્સમેન તરીકે રાખ્યું. ત્યારથી રામદેવ આ પરિવાર સાથે જ રહેતા હતા. આ અગ્નિસંસ્કારમાં મોહમ્મદ રિઝવાન દુકાનના માલિક મોહમ્મદ અરમાન મોહમ્મદ રશીદ અને મોહમ્મદ ઇઝહરે માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું.