Gujarat

ટ્રક ડ્રાઈવરમાંથી બન્યો દારૂનો સપ્લાયર ! હરિયાણા મા નકલી દારુ ની ફેક્ટરી અને બીજા ખુલાસા…

હાલમાં ગુજરાતનો કુખ્યાત બુટેલગર નાગદાન ગઢવીને
બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગુરૂગ્રામ ખાતે સેકટર 104ના પુરી એમરલ્ડ બેય.ફલેટમાંથી નાગદાન ગઢવીને ઝડપી પાડયો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધીક્ષક નિર્લિપ્ત રાય અને ટીમને બાતમી મળી હતી કે, ‘નાગદાન ગઢવી હરિયાણાના ગુરૂગ્રામ ખાતે છે અને તેને ડિલિવરી બોય અને કુરિયર બોય બનીને નાગદાન ને પકડી પાડ્યો હતો.

નાગદાન ગઢવી ને ગુજરાત પોલીસ ઘણા સમય થી શોધી રહી હતી ત્યારે આખરે હવે પોલીસના હાથમાં આવી હતા અનેક ઘણા ચોંકાવનાર ખુલાસાઓ સામે આવ્યા છે.નાગદાન વર્ષ 2017થી ફરાર હતો અને તે છેલ્લા 3 મહિનાથી હરિયાણામાં રહેતો હતો. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલે નાગદાન ગઢવીની હરિયાણાના ગુરુગ્રામ ખાતે વૈભવી ફ્લેટમાંથી ધરપકડ કરી લીધી છે.

તમને જાણીને આશ્ચય થશે કે,નાગદાન વિરુદ્ધ દારૂની હેરાફેરીના 40થી વધુ ગુનાઓ નોંધાયા છે. તેમજ નાગદાન ગઢવીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નાગ દાન પોતે વઢવાણમાં ટ્રક ડ્રાઇવરની નોકરી કરતા કરતા નાગદાન દારૂનો સપ્લાયર બન્યો અને તેને હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી. નાગદાન ગઢવીએ પોતે ત્રણ મહિનાથી હરિયાણામાં રહેતો હોવાની પણ કબૂલાત કરી હતી.

નાગદાન હરિયાણાથી ગુજરાતમાં દારૂનું નેટવર્ક સંભાળતો.  નાગદાન ગુજરાતના જ અલગ અલગ શહેરો-ગામડાઓમાં રહીને દારૂનું મોટાપાયે વેચાણ કરતો હતો. હવે તેની ધરપકડ થઈ ગઈ છે ત્યારે તેની કયા કયા બૂટલેગર સાથે સાંઠગાંઠ હતી, તે દારૂ ક્યાંથી લાવીને ક્યાં વેચતો હતો તે સહિતની અનેક વિગતો હજુ આપણી સમક્ષ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!