Entertainment

ગુજરાત ના આ નાના એવા ગામ થી હતા સ્વ સુપર સ્ટાર નરેશ કનોડિયા ! જુઓ પરીવાર સાથે ની ખાસ તસવીરો…

ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા આપણી વચ્ચે નથી
રહ્યા પરંતુ આજે તેમનો દીકરો હિતુ કનોડિયા તેમનો ફિલ્મનો વારસો સંભાળી રહ્યા છે. આજે આપણે નરેશ કનોડિયા જીવન વિશે તેમજ પરિવાર વિશે જાણીશું. જુુનિયર જોનીના નામે લોકપ્રિય બનેલ નરેશ કનોડિયા એક સમયે માત્ર બેન્ડ પાર્ટીમાં ગીતો ગાતા હતા તેઓ એ ગુજરાતી સિનેમામાં પોતાની ઓળખ કંઈ રીતે બનાવી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુ.એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે તેમનું અવસાન કોવિડ-૧૯ના કારણે થયું. ભાઇ મહેશ ૨ દિવસ પહેલા અવસાન પામ્યા હતા. ગુજરાતી સિનેમાનમાં મહેશ અને નરેશનું યોગદાન અમૂલ્ય છે.

નરેશ અને મહેશ “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા હતા. નરેશ કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યનાં કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો હતો. નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી.

તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરનાનાનાના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા હતા.નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલા મારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશ કનોડિયા ઉપેન્દ્રત્રિવેદી, અસરાની, કિરણ કુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં. તેઓ જીવ્યા ત્યાં સુધી ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા અને તેમને માત્ર અભિનય ક્ષેત્ર જ નહીં પણ રાજકીય ક્ષેત્ર મહત્વનું યોગદાન આપ્યું છે.

ગુજરાતના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યું. જીવનવૃત્તાંત સૌના હ્રદયમાં હંમેશ: મહેશ-નરેશ તરીકે ૨૦૧૧માં પ્રકાશિત થયું હતું. તેમના મુત્યુ પછી નરેશ અને તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાને મરણોતર પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો. નરેશ કનોડિયા એ 90 દશક થી લઈને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ રાજ કર્યું. એક સમયે ગુજરાતી સિનેમામેં પોતાના થકી સફળતા શિખરે પોહચાડ્યું હતું.

નરેશ કનોડિયાના પરિવારમાં હવે માત્ર પાંચ લોકો જ રહ્યા છે, જેમાં નરેશ કનોડિયામાં પત્ની અને તેમનો મોટો પુત્ર તેમજ હિતુ કનોડિયા અને મોના કનોડિયા અને તેમનો દીકરો રાજવીરનો સમાવેશ થાય છે. કનોડિયા પરિવાર એ બોલીવુડના કપૂર પરિવાર જેવુ જ છે, જેમની ઢોલિવુડમાં મહત્વનો ફાળો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!