કથાકાર શ્રી જીગ્નેશ દાદા એ માં માંગલ ધામ પધાર્યા! લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દીકરાએ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ ખાસ તસવીરો….
ગુજરાતના લોકપ્રિય કથાકાર જીગ્નેશ દાદાએ હાલમાં જ ભગુડા ધામની મુલાકાત લીધી હતી. આ શુભ અવસરે લોકસાહિત્યકાર માયાભાઈના દીકરા જયરાજ આહિરે જીગ્નેશ દાદા નું સન્માન કરેલ તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા હાલમાં આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગુડા ધામ એ માં મોગલ નું ખૂબ જ આસ્થા નું કેન્દ્ર છે સૌ ભાવી ભક્તો માટે ભગુડા શ્રદ્ધા અને દિવ્યતાનું ધામ છે.
હાલમાં સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઇ રહી છે આ તસવીરોમાં તમે જોઈ શકશો કે જીગ્નેશ દાદા એ ભગુડા ધામની મુલાકાત લીધી ત્યારે તેમનું સ્વાગત કરવા માટે જયરાજભાઇ આહીર એ કર્યું હતું તેમ જ ત્યારબાદ સાલ ઓઢાડીને તેમને જીગ્નેશ દાદા નું સન્માન કરેલ તેમજ તેમની આશીર્વાદ પ્રાપ્ત કરીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો ત્યારબાદ જીગ્નેશ દાદા એ પણ ભગુડા ગામ પરિસરની મુલાકાત લઈને માતાજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. ખરેખર આ એક ખૂબ જ યાદગાર પ્રસંગ છે,જે હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચા રહ્યો છે.
ભગૂડા ધામ વિશે ટુંકમાં માહિતી આપીએ તો સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુડા ગામનું નામ પડયું છે. ભગુડાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે. ગામમાં અનેક પુરાતન ભોયર આવેલા છે અને આ ગામમાં મોગનનું પ્રાગટય એ પણ રસપ્રદ વાત છે.
450 વર્ષ પહેલા જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે આહિર સમાજના પરિવારો ગીર ચાલ્યાં ગયાં અને ત્યાં ચારણ અને આહિર જ્ઞાાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા પણ વિશેષ સબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય, તેમણે આહીર જ્ઞાાતિના વૃધ્ધાને રખોપાના નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા. માતાજીને સાથે લઈ આહિર વૃધ્ધા ભગુડા આવ્યા હતા અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી અને આજે ભગુડા ધામ અઢારે વરણ નું આસ્થાનું કેન્દ્ર છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.