કથાકાર રાજુ બાપુએ કોળી-ઠાકોર સમાજનું જાહેરમાં અપમાન કર્યા બાદ રડતા રડતા માફી માંગી!! કહ્યું “મારાથી ભૂલ… જાણો એવુ તો શું બોલ્યા હતા?
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ કથાકાર રાજુબાપુનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, કથાકાર રાજુબાપુએ વ્યાસપીઠ પરથી કોળી અને ઠાકર સમાજ વિશે અપમાન જનક શબ્દો બોલ્યા હતા. જેથી કોળી અને ઠાકર સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, કથાકાર રાજુબાપુએ શું વિવાદિત નિવેદન આપ્યું.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ઉના તાલુકાના સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન વક્તા રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. આવા સમાજમાં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ લગ્ન ન કરવા જોઈએ તેવો વાણી વિલાસ કર્યો હતો.
સમાજ દ્વારા ઉગ્ર વિરોધ થતાં બાપુએ સોશિયલ મિડિયાના માધ્યમથી માંફી માંગી હતી. બન્ને સમાજ દ્વારા
બેફામ વાણી વિલાસ કરતા રાજુ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની અને જાહેરમાં આવીને માફી માંગે તેવી માંગ કરી છે.
સૌથી ખાસ વાત એ છે કે, આ સમગ્ર વિવાદ બાદ કથાકાર રાજુ બાપુએ રડતા રડતા માંફી માંગતી વખતે કહ્યું કે, કોળી-ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે. મારે કોળી-ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો ન હતો. હું છતાં પણ કહું છું કે દરેક સમાજની એક ગરીમા હોય છે. કોળી અને ઠાકોર સમાજનું હું સ્વમાન જાળવવા માંગું છું. હું કોળી-ઠાકોર સમાજ સાથે મોટો થયો છું. મારૂ વક્તવ્ય કડવું છે પણ તેમાં હજારો મા-બાપની વેદના છે. હાલમાં આ સમગ્ર બનાવને લઈને વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.